24 અને 25 તારીખે તો કામ વગર આ વિસ્તારના લોકો બહાર જ ન નીકળતા, અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વરસાદ…

રાજ્યમાં અત્યારે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે ૨૪ અને ૨૫ જૂને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ના વિસ્તાર જેમાં સુરત વલસાડ વાપી જ વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે ઉમરપાડા અંબાજી વલસાડમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે આ જોઈને ખેડૂતોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જો વાત કરીએ તો સુરત નામ ઉમરપાડામાં આજે મેહુલિયે ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી. ઉમરપાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઝડપી પવન પણ ફૂંકાયો હતો. સુરત માં કાલ બપોર પછી વરસાદે રમઝટ બોલાવી દીધી હતી અને ભારે પવન પણ ફૂંકાયો હતો.

સુરતમાં કતારગામ બારડોલી ઓલપાડ કામરેજ માંગરોળ ઉમરપાડા વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને તૂટી પડ્યા હતા જેના કારણે કામરેજના મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા જ્યારે ડાંગ વિસ્તારની વાત કરીએ તો ડાંગમાં થોડા દિવસ વિરામ બાદ ફરી વખત વરસાદ ધોધમાર રીતે વરસ્યો છે અને આ વરસાદને લીધે શેરીઓના રસ્તાઓમાં પણ પાણી ભરાઇ ગયા હતા અને લો લેવલના કોઝવે પર પાણી નો ગરકાવ થઈ ગયો હતો.

જે બપોર બાદ વરસાદની રમઝટ માં વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી હતી અને વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન પણ હું ખાઈ રહ્યો હતો ચોમાસાની શરૂઆતમાં અવાજ કર્યો હતો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે જેથી ખેડૂતો માં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો અત્યારે રાજ્યમાં વલસાડ ઉમરપાડા સુરત તાપી જેવા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને સૌથી વધુ વરસાદ પણ અહીંયા જ પડ્યો છે.

હવામાન વિભાગે આગામી ૨૪ અને ૨૫ તારીખની અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત નવસારી માટે કરી છે જ્યારે બીજા જિલ્લા તાલુકા ની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીમાંથી મુક્તિ મળશે અને સામાન્ય થી મધ્યમ વરસાદ પડી શકે છે આ બાજુ સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે અને તેની આગાહી પણ કરવામાં આવી છે.

જેમાં જૂનાગઢ અમરેલી પોરબંદર રાજકોટ ભાવનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે તેવું અનુમાન મૂકવામાં આવી રહ્યો છું. જો આખા રાજ્યની વાત કરતો સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે જોકે સામાન્ય રીતે ગણતરી મુજબ અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ તો જોઈતો હતો પરંતુ હજી તેનો અડધો જ વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *