12માં ધોરણમાં ભણતા 3 વિદ્યાર્થીઓ એક જ સાથે ચિઠ્ઠીઓ લખીને ઘર મૂકીને ભાગી ગયા, ચિઠ્ઠી વાંચીને માં-બાપના ધબકારા વધી ગયા…
વિદ્યાર્થી ઉમરના બાળકોને સાચવવા અતિશય મુશ્કેલ છે. કારણ કે, વિદ્યાર્થીવયમાં તેમની બુદ્ધિ સ્થિર રહેતી નથી. દરેક ચીજ વસ્તુઓમાં તેમનું ધ્યાન ભટક્યા કરતું હોય છે. અને ભણતરની બાબતોમાંથી તેમનું ધ્યાન હટી જાય છે. તેઓ ક્યારે શું કરી બેસે તેનું પણ નક્કી હોતું નથી. એટલા માટે જ્યારે બાળકનું ભણતર ચાલતું હોય ત્યારે તેના માતા પિતાએ તેના ઉપર ખૂબ જ વધારે પડતું ધ્યાન આપવું પડે છે..
કે તેઓ શું કરે છે અને કેવી રીતે ભણતર ભણી રહ્યા છે, પરંતુ અત્યારે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના મંડી પાસેથી એવી ઘટના સામે આવી છે કે, જેને જાણ્યા બાદ દરેક વાલીઓના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. કારણ કે અહીં ભોજાવાસ શાળાની અંદર ભણતા ત્રણ મિત્રો એક જ સાથે ઘરેથી ગાયબ થઈ ગયા છે..
અને તેઓ ઘરેથી ગાયબ થયા એ પહેલાં ઘરે એક ચિઠ્ઠી પણ મૂકીને ગયા હતા અને એ ચિઠ્ઠીની અંદર તેઓ એવું લખાણ લખ્યું છે કે, તેને જાણીને માતા-પિતાના ધબકારા બેઠા થઈ ગયા હતા. ભોજાવાસ ગામનો દીપાંશુ, મોડી ગામનો રોહિત, તેમજ ગોમલી ગામનો સુધીર આ ત્રણેય મિત્રો એક શાળાની અંદર નોન મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા..
ધોરણ 12ના તેમને ભણતરમાં ખૂબ જ વધારે પડતું ધ્યાન આપવું પડે છે. પરંતુ તેઓએ એક દિવસ સવારના સમયે શાળાએ ભેગા થયા અને ત્યારબાદ તેઓ રાતના સમય સુધી પણ ઘરે પહોંચ્યા નહીં ત્યારે તેના પરિવારજનોને તેમની ચિંતા થવા લાગી હતી અને તેઓ તાબડતોબ તેમના દીકરાઓને શોધવા માટે સ્કૂલ સુધી પણ આવી પહોંચ્યા હતા..
પરંતુ સ્કૂલમાં તેમને બરાબર જવાબ મળ્યો નહીં, એટલા માટે આ બાળકોના પરિવારજનોને ખૂબ જ વધારે ચિંતા થવા લાગી હતી. તેઓ વિચારવા લાગ્યા કે, આખરે આ બાળકો ક્યાં ગયા હશે અને કઈ હાલતમાં હશે..? શું તેમને ખાવા પીવાની ચીજ વસ્તુ મળી હશે કે નહીં અને એવું તો શું બન્યું કે તેઓ એક જ સાથે ઘર મૂકીને ચાલ્યા ગયા હતા…
જ્યારે તેમના બાળકોને શોધીને થાકી ગયેલા પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાંથી તેમને એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ત્રણે બાળકોએ પોતપોતાના ઘરે એક ચિઠ્ઠી મૂકી હતી અને ચિઠ્ઠી ની અંદર લખ્યું હતું કે, તેમને શોધવાની કોશિશ કરતા નહીં. જુઓ તેઓને તેમના ઘરે પરત આવું હશે તો તેઓ આપોઆપ આવી જશે..
જો અન્ય કોઈ વ્યક્તિ પૂછે કે, તમારો દીકરો ક્યાં ગયો છે..? તો તેમને કહી દેજો કે મામાના ઘરે ભણવા માટે ગયો છે. અમે ત્રણેય મિત્રો સાથે છીએ અને હવે અમે ક્યારે ઘરે પરત આવીશું તેનું નક્કી નથી તેમ કહીને આ ત્રણેય મિત્રો ઘરેથી નીકળી પડ્યા છે. એક જ સરખી આવી ત્રણ ચિઠ્ઠીઓ ત્રણે વ્યક્તિઓના ઘરેથી મળી આવતા પરિવારજનોનો હડકમ મચી ગયો છે..
તેઓએ તરત જ પોલીસ સ્ટેશને હાજર થઈને ફરિયાદ નોંધાવી છે કે, તેમના ત્રણેય દીકરાઓ લાપતા થઈ ગયા છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને સીસીટીવી કેમેરાની મારફતે તપાસ શરૂ કરાવી છે. આ ત્રણેય બાળકો ભણવામાં મધ્યમ વિદ્યાર્થીઓ છે. તેવો કોઈ પણ ખરાબ સંગતમાં પણ જોડાયેલા નથી. છતાં પણ તેઓ શા માટે ઘર મૂકીને ભાગી ગયા છે. તે જાણવા માટે સૌ કોઈ લોકો માથામણ કરી રહ્યા છે..