30 માસુમ વિદ્યાર્થીઓએ શાળામાંથી બપોરે અપાતા ભોજનમાં ઝેરી દાળ ખાતા જ થયું એવું કે, જાણીને માં-બાપના જીવ તાળવે ચોંટી ગયા..!!

નાના બાળકો દરેકના પ્રિય હોય છે. બાળકોને શાળાએ માતા-પિતા મોકલી રહ્યા છે પરંતુ બાળકોને રમવામાં જીવ હોવાથી તેઓને શાળાએ જવું ગમતું નથી. બાળકોને અમુક શાળાઓમાંથી મધ્યાહન ભોજન આપવામાં આવે છે પરંતુ હાલમાં આ ભોજન ખાતા બાળકો સાથે એવી ગંભીર ઘટના સર્જાઇ હતી. જે હાલમાં જાણવા મળી છે.

આ ઘટના બિરભુમ જિલ્લામાં આવેલી મયુરેશ્વર બ્લોકમાં પ્રાથમિક શાળામાં બની છે. શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. પ્રાથમિક શાળામાં નાના નાના માસુમ બાળકો ખૂબ જ ખુશીથી ભણવા માટે જતા હતા. માતા પિતા પોતાના બાળકોને સવારના સમયે શાળાએ મૂકવા માટે જતા હતા.

બાળકો સારું એવું શિક્ષણ મેળવીને ખૂબ જ રમતગમત કરતા હતા. આ શાળામાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન શાળામાંથી જ આપવામાં આવતું હતું. જેના કારણે દરરોજ બાળકો બપોરનું ભોજન શાળાએ જ કરતા હતા. બાળકોને સાદું ભોજન આપવામાં આવતું હતું. જેમાં રોટલી, શાક, દાળ, ભાત આપવામાં આવતા હતાં.

અને બાળકો એકબીજાની સાથે-સાથે ભોજન કરતા હતા પરંતુ એક દિવસ એક ક્લાસના 30 જેટલા વિદ્યાર્થીઓએ બપોરનું ભોજન જમ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને ફરી ક્લાસમાં બેસાડવામાં આવ્યા હતા. તે સમયે બાળકોને પેટમાં દુખવા લાગ્યું હતું. જેના કારણે બાળકો બુમાબુમ કરી રહ્યા હતા. શાળાના શિક્ષકો તરત જ બાળકોને શું થયું છે?

તેમ પૂછવા લાગ્યા હતા અને બાળકોને વાલીઓને આ વાતની જાણ કરાઈ ન હતી. ડાયરેક્ટ તરત જ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ ગયા હતા અને શાળાના બાળકો બીમાર પડ્યા હતા. જેના કારણે બાળકોની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ  વાલીઓને પોતાના બાળકો બીમાર થયાની જાણ થતા તેઓ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા.

અને ત્યાં તેઓની બાળકોની સારવાર ચાલી રહી હતી. જેના કારણે વાલીઓ ખૂબ જ ગુસ્સે થયા હતા. વાલીઓએ બાળકો શા માટે બીમાર પડ્યા છે તેમ ડોક્ટરને પૂછવામાં આવ્યું હતું. તે સમયે ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકોના ખોરાકમાં કઈ ભેળસેળવાળું જમાડવામાં આવ્યું છે. જેના કારણે બાળકો જમતા જ તેઓ બીમાર પડ્યા છે.

જેના કારણે વાલીઓએ શાળાએ પહોંચીને શાળાના ભોજનાલયમાં તપાસ ચાલુ કરી હતી. તે સમયે જાણવા મળ્યું કે, બાળકોના ખોરાકમાં બનાવવામાં આવેલી દાળમાં ભેળસેળ જોવા મળી હતી. બાળકોને જે દાળ આપવામાં આવી હતી. તે દાળથી ભરેલા કન્ટેનરમાં મરેલો સાપ જોવા મળી આવ્યો હતો. આ જોતા જ વાલીઓ ચોકી ગયા હતા.

તેઓ પોતાના બાળકોની બીમારીને લઈને ખૂબ જ ચિંતિત બન્યા હતા. બાળકોએ જે દાળ ખાધી હતી તેમાં મરેલો સાપ હોવાને કારણે બાળકો એ ઝેરી દાળ ખાતા જ બીમાર પડ્યા હતા. એકસાથે 30 જેટલા બાળકો બીમાર થતા હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો હતો અને બાળકોની સારવાર ચાલી રહી હતી. ધીમે ધીમે દરેક બાળકો સાજા થઈ રહ્યા હતા.

પરંતુ આવી બેદરકારીને કારણે બાળકોનો જીવ પણ જાય તેમ હતો. જેના કારણે વાલીઓએ શાળાના પ્રિન્સિપાલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રિન્સિપાલ અને શિક્ષકોને બેદરકારીને કારણે તેમના બાળકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યા હતા. આવી બેદરકારીને કારણે એકસાથે ઘણા બધા બાળકોના જીવ પણ જાય તેમ હતા. જેના કારણે વાલીઓ ખૂબ જાગૃત બન્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *