સમાચાર

હવામાન વિભાગ ની આગાહી વરસાદી માવઠાની આગાહી, ખેડૂતો માટે ચિતાનો વિષય

હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાત માં અમુક વિસ્તારો માં માવઠા થવાની સંભાવના દેખાડવામાં આવી છે ખેડૂતો ને એલર્ટ કરાવાયા છે અનાજ ના જથા ને બરોબર ઢાંકી દેવા આપી દેવાઈ છે સલાહ રવિ પાકો ને નુકશાન પણ ઓછું નુકશાન થાય તેવી સલાહ અપાય રહી છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ આવતા દિવસોમાં કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયો વાતાવરણ રહેશે. ભુજમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વાદળો રહેશે, નલિયામાં પણ આવતીકાલે છૂટાછવાયા વાદળો જોવા મળશે. જ્યારે કે સોમવારે આ વાદળોની સંખ્યા વધશે અને ત્યાર બાદ મંગળવારે ફરી છૂટ્ટાછવાયા વાદળો રહેશે. કંડલામાં રવિવાર, સોમવાર અને મંગળવાર ત્રણેય દિવસ છૂટાછવાયા વાદળો જોવા મળશે.

અમદાવાદમાં ૧૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી હતું. અમદાવાદમાં ૨૮થી ૩૦ ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રી વચ્ચે નોંધાતા કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૧૫.૨, ભાવનગરમાં ૧૭.૬, ભૂજમાં ૧૬.૫,ડીસામાં ૧૪.૮, રાજકોટમાં ૧૬.૬ અને સુરતમાં ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *