50 વર્ષમાં જુલાઈ મહિનામાં આટલો વરસાદ નથી નોંધાયો જેટલો આ વર્ષે નોંધાયો છે આંકડો એવડો મોટો છે કે… Gujarat Trend Team, July 29, 2022 જુલાઈ મહિનાના અંતમાં વરસાદી આંકડા હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા કાઢવામાં આવ્યા ત્યારે આંકડા જાણીને તો સૌ કોઈ ચોકી ઉઠ્યું હતું જુલાઈ મહિનામાં બધા જ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો ત્યારે ચોમાસાની સમગ્ર સિઝનમાં અત્યાર સુધીમાં 70% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ચિંતાનો વિષય તો એ છે કે હજી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો તો હજી બાકી છે અને તેમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ત્યારે રાજ્યના ઘણા એવા જળાશયો ડેમ છે જેમાં અત્યારે હાલ ઓવરફ્લો થઈ રહ્યા છે તેથી ખેડૂતોમાં પણ આ વિશે ચિંતા વધી રહી છે. વરસાદ ના બીજા રાઉન્ડ ઉત્તર ગુજરાત માટે ખૂબ જ સારો રહ્યો હતો જો સમગ્ર જુલાઈ મહિનાના પડેલા વરસાદની ટકાવારીમાં વાત કરે તો 56% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આંકડા પ્રમાણે જુલાઈ મહિનાનો વરસાદે તો બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીમાં 50 વર્ષ માં પહેલીવાર જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 50 વર્ષની અંદર પહેલીવાર જુલાઈ મહિનામાં 24 ઇંચ વરસાદ વરસ્યો છે જેમાં કચ્છ વિસ્તારમાં 117 સૌરાષ્ટ્રમાં 62 અને દક્ષિણ ગુજરાતમાં 82% જેટલો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જ્યાં ફક્ત 57 ટકા વરસાદ છે. રાજ્યના ૮૬ તાલુકાઓમાં 20 થી 40 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 31 તાલુકાઓ એવા છે કે જ્યાં 40 ઇંચ કે તેથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના જળાશયોની વાત કરીએ તો સમગ્ર રાજ્યના 55 ડેમ અત્યારે 90% થી વધારે પાણીના જથ્થા નો જળ સંગ્રહ થયો છે જ્યારે થર્ડ ડે મેવા છે જેમાં 80% થી લઈને 90% સુધીનો જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને 17 ડેમ એવા છે જેમાં 70 થી 80% પાણી ભરાયું છે. પરંતુ ગુજરાતના હજી 128 ડેમ આ લેવા છે જેમાં 70% થી ઓછું પાણીનો જળસંગ્રહ થયો છે આ બધું સૌરાષ્ટ્રની જીવો દોરી સમાન એવા સરદાર સરોવર ડેમની સપાટીની વાત કરે તો તેમાં 130.86 મીટર એ પહોંચી છે. ટોટલ સરદાર સરોવર ડેમમાં 74.19% જળસંગ્રહ થયો છે. સમાચાર