6 મિત્રો કારમાં બેસીને ગામની બહાર બીજા મિત્રની બર્થડે ઉજવવા નીકળ્યા, રસ્તામાં ઇંટો ભરેલા ડમ્પરે ટક્કર મારતા એકસાથે થયા 5 ના મોત..!!

ઘરની બહાર નીકળતા જ લોકો સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકો એકસાથે મોજ મસ્તીથી મુસાફરી કરી રહ્યા હોય છે પરંતુ રસ્તામાં તેમની સાથે એવા અકસ્માતો સર્જાઇ રહ્યા છે કે જેના કારણે મુસાફરી કરી રહેલા એકસાથે લોકો જીવ ગુમાવી રહ્યા છે આવી જ એક કરુણ ઘટના નવા વર્ષની શરૂઆત થતાં જ સામે આવી છે.

આ ઘટના હનુમાનગઢ જિલ્લાના બિસરાસર ગામમાં બની હતી. ગામમાં રહેતા 6 યુવકો એકસાથે નવા વર્ષની ઉજવણી કરવા અને તેમના મિત્રનો બર્થ ડે ઉજવવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. મિત્રનો જન્મદિવસ હોવાને કારણે એક સાથે ગામના મિત્રો ભેગા મળીને SUV કાર લઈને ઘરથી થોડે દૂર ગયા હતા.

ગામના 6 મિત્રોમાં એક મિત્રનું નામ રાજુ નિરાનારામ મેઘવાલ તેમની ઉંમર 24 વર્ષની હતી. બીજો મિત્ર નરેશકુમાર સુગનારામ મેઘવાલ તેમની ઉંમર 28 વર્ષની હતી. ત્રીજો મિત્ર દાનારામ બીરબલ રામમીના તેમની ઉંમર 32 વર્ષની હતી. ચોથો મિત્ર બબલુ મોહનલાલ સિદ્ધ તેમની ઉંમર 28 વર્ષની હતી અને પાંચમો મિત્ર મુરલી તેમનો તેમની ઉંમર 28 વર્ષની હતી.

અને છઠ્ઠો મિત્ર અશોકકુમાર રામકુમાર આચાર્ય તેમની ઉંમર 30 વર્ષની હતી. આ 6 મિત્રો મળીને તેમના એક મિત્રનો જન્મદિવસ ઉજવવા માટે ગામની બહાર નીકળ્યા હતા. તેઓ રસ્તામાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા અને ત્યાંથી હોટલમાં જઈને ભોજન કરવાનો પ્લાન બનાવ્યો હતો. નરેશ તેની કાર લઈને દરેક મિત્રોને તેમાં બેસાડીને ગામની બહાર નીકળ્યા હતા.

ત્યારબાદ તેઓ ગામથી દૂર આવેલા રાવતસર-સરદારશહેર મેગા હાઈવે પર પહોંચતા તેમની કાર એક ડમ્પર સાથે અથડાઈ હતી. આ ડમ્પર ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાનું ડમ્પર ચલાવી રહ્યો અને ડમ્પરમાં ઈંટો ભરેલી હતી. 6 એ મિત્રોની કાર પણ ખૂબ જ ઝડપી સ્પીડમાં જઈ રહી હતી. જેના કારણે મેગા હાઇવે પર અચાનક જ બંને સામસામે અથડાયા હતા.

આ અકસ્માત હાઇવે પર આવેલા બિસરાસર ગામ પાસે આવેલી ગૌશાળા પાસે થયો અને દરેક મિત્રો બીસરાસર ગામના રહેવાસી હતા. આ અકસ્માત એટલો જોરદાર સર્જાયો હતો કે જેના કારણે અવાજ સાંભળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 6 એ મિત્રોને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તે સમયે ડમ્પર ચાલક પોતાનું ડમ્પર છોડીને ભાગી ગયો હતો. ડમ્પર પણ અથડાતાની સાથે જ રોડ પર ફંગોળાઈ ગયું હતું. જેના કારણે રસ્તા પર ઇટોનો ઢગલો થઈ ગયો હતો અને કારની હાલત એટલી ભયાનક થઈ ગઈ હતી કે આ કારને જોઈને જ લોકો વિચારી રહ્યા હતા કે તેમાં બેસેલા વ્યક્તિઓ બચ્યા નહીં હોય કારણ કે કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

ત્યારબાદ આસપાસ ઉભેલા લોકોએ ગાડીમાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. 6 યુવકોને બહાર કાઢીને પલ્લુ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરોએ યુવકોનું મૃત્યુ થઈ ગયું હોવાની જાણ કરી હતી. એક યુવકને ગંભીર હાલતમાં બિકાનેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

એક યુવક જીવન મરણના ઝુલામાં જુલી રહ્યો હતો. પાંચ વ્યક્તિનું એકસાથે મૃત્યુ થઈ જતા લોકોમાં હાહાકાર મચી ગયો અને સાથે જ પલ્લુ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે પાંચ વ્યક્તિના પરિવારના લોકોને તેમના દીકરા સાથે આવી ઘટના બની હોવાની જાણ કરી હતી.

પરિવારના લોકો તરત જ દોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના દીકરાના મૃત્યુ થઈ જતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. જેમાં એક મિત્ર રાજુ અભ્યાસની સાથે સાથે તેમના પિતાને ખેતી કામમાં મદદ કરતો હતો. નરેશ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને દાનારામ તેમના ભાઈની સાથે ખેતી કામ કરતો હતો.

બબલુ અભ્યાસ કરતો હતો અને તે હાલમાં જ નીટની પરીક્ષા પણ પાસ કરી હતી. દરેક મિત્રો કોઈ કામ કરતા હતા પરંતુ તેમના પરિવારના એકના એક દીકરાએ આવી રીતે જીવ ગુમાવતા તેમના પરિવારના લોકો નિરાશ થઈ ગયા હતા અને તેઓ રડતી હાલતમાં હતા પરિવાર સાથે આવી ઘટનાઓ બની જતા પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં.

અને તેમનો એક મિત્ર અશોકકુમારની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેના કારણે તેમના પરિવારના લોકો પણ તે જલ્દી સારો થાય તેમની પ્રાર્થના કરી રહ્યા હતા. મિત્રોનો જન્મદિવસ ઉજવવા માટે નીકળેલા મિત્રો સાથે આવી કરુણ ઘટના બની જતા તેમના પરિવારના લોકો અંદરથી ભાંગી પડ્યા હતા.

તેમના એકના એક દીકરાઓનું આવું કરુણ મૃત્યુ તેઓ સહન કરી શક્યા નહીં અને ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગામના જ એકસાથે પાંચ દીકરાઓએ પોતાના જીવ ગુમાવ્યા હોવાને કારણે ગામના લોકો નિરાશ થઈ ગયા હતા. અવારનવાર આવા અકસ્માતો ખૂબ જ સર્જાઇ રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *