ઘૂંટણ પર બેસીને 76 વર્ષની મહિલાને 19 વર્ષનો યુવક પ્રપોઝ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક 19 વર્ષીય વ્યક્તિ 76 વર્ષની મહિલાને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યો છે. મહિલાના હાથમાં હાર્ટ બલૂન છે અને મહિલા હસતી જોવા મળી રહી છે. આ ફોટો પર લોકો અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. જિયુસેપ સોશિયલ મીડિયા પર ફેમસ છે. સોશિયલ મીડિયા પર તેના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે.
આ કપલ વચ્ચે 57 વર્ષનું અંતર છે પ્રપોઝ કરનાર યુવકનું નામ જિયુસેપ છે. યુવકે મહિલા સાથેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેને લાખો લોકોએ જોયો છે. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે: આ તો માત્ર એક લાંબી મુસાફરીની શરૂઆત છે. અમારો આ સફર ચાલુ રહેશે, અમે વચન આપીએ છીએ. યૂઝર્સ આ કપલને ફોટો પર ટ્રોલ કરી રહ્યા છે. જેના પર યુવકે જવાબ આપ્યો કે અમારો પ્રેમ સાચો છે અને અમારો પ્રેમ આવો જ રહેશે.
જો કે આ કપલને સોશિયલ મીડિયા પર યુઝર્સની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝરે કહ્યું કે તે તેની દાદીની ઉંમરની સ્ત્રીને પસંદ કરી છે, તો બીજાએ લખ્યું કે ઉંમરનો તફાવત પણ મહત્વપૂર્ણ છે, પરંતુ જિયુસેપે મહિલા સાથે તેનો ફોટો શેર કરવાનું ચાલુ રાખ્યું. તેઓ કહે છે કે તેમને દુનિયાના લોકોની પરવા નથી