પ્રમુખસ્વામીના આશીર્વાદને લીધે બચી ગયા, નજર સામે 9 મોત જોનારે કહ્યું “અચાનક ગાડી સામે આવી ને બૂમાબૂમ શરૂ થઈ” હોશ ઉડાવતી ઘટના…

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં વર્ષનો અંતિમ દિવસ 9 લોકોના જીવનનો અંતિમ દિવસ બન્યો હતો. વલસાડથી ભરૂચ જઈ રહેલી ફોર્ચ્યુનરના ચાલકે પલટી મારીને ડિવાઈડર કૂદીને અમદાવાદના પ્રમુખસ્વામી નગરથી પરત ફરી રહેલી બસ સાથે ટક્કર મારી હતી,

જેના કારણે બસના મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 લોકોમાંથી 8 અને બસમાં સવાર એક મુસાફરનું મોત થયું હતું, કુલ 9 લોકોના મોત થયા હતા, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

અને આ ઘટનામાં મૃતકોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી. ઘાયલોને 50,000-50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે.અકસ્માત જોનાર બસ ડ્રાઈવરે કહ્યું- સવારે શાંત વાતાવરણમાં અચાનક કાર સામે આવી અને અવાજ કરવા લાગ્યો. અમે પ્રમુખસ્વામી નગરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ખૂબ જ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે પલટી મારી હશે, જેના કારણે કાર ડિવાઈડર પરથી અમદાવાદથી સીધી મુંબઈ તરફ જતી ટ્રેક પર પડી હતી. જેના કારણે તેણી અમદાવાદ તરફથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

જેના કારણે ફોર્ચ્યુનરમાં સવાર 8 મુસાફરોના મોત નિપજ્યા હતા. અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર લક્ઝરી બસ સાથે અથડાતાં બસમાં સવાર મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. બસમાં સવાર 30 લોકોને નાની-મોટી ઈજાઓ થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા,

જેમાંથી 11 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જેઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને વલસાડ રીફર કરાયા છે. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદમાં બીએપીએસના પ્રમુખ સ્વામીનગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા.

ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવક અંકલેશ્વરની પ્રો લાઈફ કીમો ફાર્મા કંપનીનો કર્મચારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કારમાં સવાર એક વ્યક્તિને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અને પગપાળા સિવિલ હોસ્પિટલ પહોંચી ઘાયલોની સારવાર કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક મૂળ સૌરાષ્ટ્રનો છે અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે. તેઓ શુક્રવારે સવારે તેમની કંપનીના કર્મચારીઓની સગાઈના સંબંધમાં વલસાડ ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *