17 વર્ષના જુવાનીયાએ 16 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવીને પીંખી નાખી, દરેક માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે.. ધ્યાન રાખજો…
વધતા જતા મોબાઇલ અને ઇન્ટરનેટના ઉપયોગના કારણે અત્યારે નાની ઉંમરના દીકરા કે દીકરીઓમાં પણ એમાં લક્ષણો દેખાય આવ્યા છે, જે આવનારા સમયની અંદર ખૂબ જ મોટો અને પડકારજનક પ્રશ્નો સાબિત થઈ શકે છે. અત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ધોરણ 10 માં ભણતી માત્ર 16 વર્ષની એક દીકરી સાથે ખૂબ જ હચમચાવી લેતી ઘટના બની ગઈ છે..
જે દરેક માતા પિતાએ બંને કાનૂન ખુલ્લા રાખીને સાંભળવી જોઈએ અને પોતાના દીકરા કે દીકરીઓને આવી ઘટનાનો ભોગ ન બને એટલા માટે લાડ પ્રેમથી સમજાવવા જોઈએ, તેમજ સારા સંસ્કારોનું વાવેતર પણ કરવું જોઈએ. આ ઘટના ઈન્દોરમાં આવેલા પરદેશીપૂરા વિસ્તારની છે..
આ વિસ્તારની અંદર ધોરણ 10માં ભણતી 16 વર્ષની એક દીકરી તેની દાદી સાથે રહીને જીવન ગુજારે છે. થોડા સમય પહેલા તેના ઘરથી થોડે દૂર રહેતો એક યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. આ યુવક સાથે સોશિયલ મીડિયાના મદદથી તેઓ વાતચીત કરતા હતા. એક દિવસ આ યુવકે વાતચીતની અંદર આ દીકરીને જણાવ્યું કે, તેની માતાને તે મળવા માંગે છે..
એટલા માટે તેણે આ યુવતીને પોતાને ઘરે બોલાવી હતી. પોતાને ઘરે બોલાવ્યા બાદ યુવતીની એક રૂમની અંદર બેસાડી દીધી અને ત્યારબાદ તેની સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ ખરાબ હરકતો પણ કરવા લાગ્યો હતો. આ દીકરીએ ત્યાંથી બહાર નીકળવાનો વિચાર્યું પરંતુ આ યુવક તેને કહેવા લાગ્યો કે, આપણે બંને મિત્રો છીએ અને મિત્રો દોસ્તીની અંદર તો આ બધી બાબતો ચાલતી હોય છે..
એમ કહીને તેણે આ દીકરીને પીંખી નાખી હતી. ત્યારબાદ તેણે આ દીકરીના કપાળમાં સિંદૂર ભરી દીધો અને કાળા કલરનો દોરો બાંધીને જણાવ્યું હતું કે, મેં તને હવે મારી પત્ની માની લીધી છે. અને આપણે લગ્ન પણ કરી લીધા છે. ત્યારબાદ એક વર્ષ સુધી આ દીકરીને તેણે જુદા જુદા મોબાઈલ અને ગિફ્ટ આપીને તેની વાતોમાં તે મનાવતો રહ્યો અને ન કરવાના કારનામા કરતો રહ્યો હતો..
એક દિવસ જ્યારે આ દીકરીની દાદીને જાણકારી મળી કે તેમની 16 વર્ષની દીકરી અન્ય કોઈ યુવક સાથે મોબાઇલમાં વાતચીત કરી રહી છે. ત્યારે તેણે તેમની દીકરીને ઠપકો આપીને મોબાઈલ માં વાતચીત કરવાની બંધ કરાવી દીધી હતી. પરંતુ જુવાનીયો યુવક એટલી બધી હલકી કક્ષા ઉપર ઉતરી આવ્યો હતો કે, તેણે આ યુવતીનો વિડીયો ઉતારી લીધો હતો..
ત્યારબાદ તેણે પટ્ટા વડે આ યુવતીને માર પણ માર્યો હતો અને આ વિડીયો દેખાડીને કહ્યું કે, જો તું મારું કહ્યું નહીં મને તો હું તને જાનથી મારી નાખીશ, એમ કહીને વારંવાર તેને આ યુવતીનો ફાયદો ઉઠાવ્યો હતો. ખૂબ જ હેરાન પરેશાન વધી જતા અંતે તેને આ ઘટનાની જાણકારી તેની દાદી સુધી પહોંચાડી હતી…
આ દીકરીની દાદી તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન હાજર થઈ અને ત્યાં જઈને યુવકની સામે તમામ પુરાવો રજૂ કરી ફરિયાદ નોંધાવી છે. નાની ઉંમરમાં બની ગયેલી આ ઘટનાથી આસપાસના સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણકારી દરેક લોકો સુધી પહોંચતા અત્યારે લોકો કહી રહ્યા છે કે..
દરેક માતા-પિતાએ તેમના બાળકોને ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ અને તેમને સારા સંસ્કારોનું વાવેતર કરવું જોઈએ, જેથી કરી તેમના બાળકોની કોઈ ભૂલના કારણે અન્ય કોઈ સામાન્ય વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.