બાળકોને સ્કૂલે લઇ જતી બસ પલટી ખાઈ જતા લોકોનાં શ્વાસ અધ્ધર થઇ ગયા, બાળકો હેબતાઈ જતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા..વાંચો હચમચાવતો બનાવ..!
ભરતપુરના ભુસાવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેશનલ હાઈવે-21 પર કમાલપુરા ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ બેકાબૂ થઈને પલટી ગઈ. આ ઘટનામાં 9 બાળકો ઘાયલ થયા છે. જેમાંથી 4 બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને આરબીએમ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
ઘટના બાદ આસપાસના ગ્રામજનોની ભીડ એકત્ર થઈ ગઈ હતી, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગ્રામજનોની મદદથી બાળકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ બસ મહવાની મહાત્મા ગાંધી સ્કૂલની હતી. સ્કૂલ બસ કમાલપુરા, છોકરવાડા, બછરાઈના બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી.
શાળાએ જતી વખતે બસ સ્પીડમાં હતી. કમાલપુરા નેશનલ હાઈવે-21 પર બસ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. બસ પલટી જતા જ બાળકો રડવા લાગ્યા. જે બાદ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બસના કાચ તોડીને બાળકોને બહાર કાઢ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી હતી.
જેના કારણે બાળકોને તાત્કાલિક માહવાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી બસને સીધી કરાવી હતી. બસમાં 16 બાળકો સવાર હતા. જેમાંથી 9 બાળકોને ઈજા પહોંચી છે. ઘટના બાદ બસનો ચાલક બાળકોથી ભરેલી બસ મુકીને નાસી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં ધોરણ 8 સુધીના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. અને બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે આ ઘટના બની હતી.