હે ભગવાન..! અમદાવાદની નારણપુરા આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત…

શહેરમાં વર્ષના અંતિમ દિવસે તાજેતરમાં એક ઘટના બની છે. નારણપુરા વિસ્તારમાં આવેલી આઇ કેર હોસ્પિટલના પહેલા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં આગ લાગવાને કારણે સિક્યોરિટી ગાર્ડ અને તેની પત્નીનું મોત નીપજ્યું હતું.

આ આગ રાત્રીના સમયે લાગી હોવાની આશંકા છે.  ગઈકાલે રાત્રે લાગેલી આગમાં પતિ-પત્નીના મોત થયા હતા. જોકે, સવારે હોસ્પિટલનો સ્ટાફ પોતે આવ્યો ત્યારે બંને પતિ-પત્નીની લાશ સીડીમાં પડી હતી. મૃતકની વિગતો વિશે વાત કરીએ તો, દંપતી રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અખિયાવાડ ગામના રહેવાસી છે. જેમાં પતિનું નામ નરેશ પારઘી  અને પત્ની હંસાબેન પારઘી  છે.

તેઓ રાત્રિ દરમિયાન સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.  ગઈ કાલે પણ તેઓ સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આગ ફાટી નીકળતાં એક સિક્યુરિટી ગાર્ડ અને તેની પત્નીનું મોત થયું હતું. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલના માલિક ડૉ. ધવલ મોદી કહે છે કે હોસ્પિટલ દિવસ દરમિયાન જ કાર્યરત રહે છે. હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન કોઈ દર્દીને રાખવામાં આવતો નથી, બીજી તરફ રાત્રિ સુરક્ષા માટે આપવામાં આવેલ સિક્યુરિટી ગાર્ડ માત્ર હોસ્પિટલમાં જ રહે છે. ત્યારબાદ સવારે નરેશભાઈને ફોન કરતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો. આથી મેં હોસ્પિટલ સ્ટાફને ફોન કરીને હોસ્પિટલ પહોંચવાનું કહ્યું હતું.

જ્યારે સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે તેમને ખબર પડી કે હોસ્પિટલમાં કંઈક થયું છે. તેથી તેઓએ મને તરત જ બોલાવ્યો અને પછી હું પણ ત્યાં પહોંચી ગયો. ત્યારબાદ સ્ટાફ પહેલા માળના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્યારે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમદાવાદ શહેર ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.

જેમાં સિક્યુરિટી ગાર્ડ નરેશ ભવાઈ અને તેની પત્નીનું મોત થયું હતું.  આ સિક્યુરિટી ગાર્ડ છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં નાઇટ સિક્યુરિટી કરી રહ્યો હતો. જો કે હાલમાં એફએસએલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી રહી છે. જ્યારે આ બાજુ આગ લાગી ત્યારે બંનેએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો,

પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હોવાનું એસીપીએ જણાવ્યું હતું. બીજી તરફ અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે મીડિયાને જણાવ્યું હતું કે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં આગની ઘટનાનો કોલ મળતાં જ મેમનગર ફાયર સ્ટેશનના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જે બાદ મને સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જ્યારે હું અહીં હોસ્પિટલમાં પહોંચ્યો, ત્યારે મને જ્વાળાઓ કરતાં વધુ ધુમાડો જ દેખાયો. ત્યાર બાદ આગ પર કાબૂ મેળવીને અમે હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં બેડ પરથી એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. જેમને બહાર કાઢી હોસ્પિટલ લઇ જવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *