રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રીએ ડાયરામાં દિલ ખોલીને પૈસા ઉડાડ્યા, ઓસમાણ મીરના ડાયરામાં પૈસાનો વરસાદ
સોશિયલ મીડિયા પર હવે ડાયરામાં રૂપિયા, ડોલરના વરસાદ થતા હોય તેવા ઘણા બધા વીડિયો તમે જોયા જ હશે. ત્યારે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરી દીધો છે. રાજ્ય સરકારના મંત્રી એવા ગણપત વસાવાએ ડાયરામાં ચલણી નોટો ઉડાડી અને ડાયરાની રંગત લાવી નાખી હતી.
સાથે એવું જાણવા મળી રહ્યું છે કે સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના વાડી ગામે યોજાયેલ એક ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. રામનવમી નિમિત્તે આ ડાયરો યોજાયો હતો. ૫૫મો સર્વધર્મ સંત મેળાવડો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી એવા ગણપત વસાવા અને તેમની સાથે અન્ય મુખ્ય આગેવાનો તેમજ અન્ય લોકો દ્વારા પણ કલાકારો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રીએ કર્યો રૂપિયા નો વરસાદ!
ડાયરામાં લોકગાયક ઓસમાણ મીર, લલીતાબેન ઘોડાદ્રાએ ભજનની રમઝટ બોલાવી હતી, જેમાં મંત્રી ગણપત વસાવાએ કલાકારો પર નોટો વરસાદ કર્યો…#ViralVideo #Gujarat #ZEE24Kalak pic.twitter.com/dUOeB9T8Ql— Zee 24 Kalak (@Zee24Kalak) April 12, 2022
ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ કલાકાર એવા ઓસમાન મીર, લલીતાબેન ઘોડાદ્રા સહિત અનેક લોકો પર પૈસાનો વરસાદ કરી દીધો હતો. જેમાં માંગરોળનાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા પણ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.