ઘરમાં કામ કરતી નોકરાણીએ દાદા-દાદીને ચા માં બેભાનના ટીકડા પીવડાવીને કર્યા એવા ખેલ કે, જોતા જ લોકોના આંખના ડોળા નીકળી ગયા..!!

વ્યક્તિઓ આજકાલ પોતાની માનવતાને છોડી રહ્યા છે, બીજા લોકો સાથે વિશ્વાસઘાત જેવી ઘટનાઓ કરીને તેની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. કારણ કે અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે જોઈને દરેક લોકો ચોકી રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો.

આ કિસ્સો ચંડીગઢમાં રહેતા પરિવાર સાથે બન્યો હતો. પરિવારમાં વૃદ્ધ પતિ-પત્ની જ રહેતા હતા. પતિ-પત્ની ચંદીગઢમાં સેક્ટર 34 માં આવેલી કોલોનીમાં રહેતા હતા. વૃદ્ધ પતિનું નામ ભુપેન્દ્રસિંહ હતું. તેમની ઉંમર 85 વર્ષની અને તેમની પત્નીનું નામ કુંવર હતું. તેમની ઉંમર 80 વર્ષની હતી. બંને પતિ-પત્ની ખૂબ જ રાજી ખુશીથી પરિવારમાં રહેતા હતા.

તેમના દીકરા અને પૌત્ર લંડનમાં રહેતા હતા. ફક્ત વૃદ્ધ દંપતી જ અહીં ઘરમાં રહીને તેમનું ગુજરાન ચલાવતા હતા. પતિ-પત્ની વૃદ્ધ હોવાને લીધે તેઓ પોતાના ઘરનું કામ કરી શકતા ન હતા. જેના કારણે તેમણે થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે એક નોકરાણી રાખી હતી. આ નોકરાણીનું નામ પૂજા છે. પૂજા વૃદ્ધ પતિ-પત્નીના દરેક કામો કરતી હતી.

અને તે ઘરની રસોઈ પણ બનાવતી હતી. પતિ-પત્નીએ પોતાની સાર સંભાળ માટે આ નોકરાણીને ખુબ વિશ્વાસથી રાખી હતી. પતિ-પત્નીને પૂજા પર ખૂબ જ વિશ્વાસ હતો. પૂજા ધીમે-ધીમે પતિ-પત્નીના ઘરની દરેક વસ્તુઓને જાણવા લાગી હતી. પૂજાને ભુપેન્દ્ર સિંહના ઘરમાં કેટલી સંપત્તિ છે અને તેની સાથે કોણ પરિવારમાં રહે છે.

તે દરેક જાણકારી રાખતી હતી. જેના કારણે પૂજાને સંપત્તિ જોઈને જીવ બગડ્યો હતો. તેણે ભૂપેન્દ્ર સિંહની સંપત્તિ પર ખરાબ નજર કરી હતી. એક દિવસ વૃદ્ધ દંપતીને સાંજના સમયે જમવાનું આપ્યું અને પૂજા ઘરની દરેક રસોઈ બનાવતી હોવાને કારણે તે દરેક સમયે વૃદ્ધ દંપતીને રસોઈ બનાવીને જમાડતી હતી. એક દિવસ પણ તેણે રસોઈ બનાવી હતી.

અને તેણે બનાવેલી આ રસોઈ જમીને વૃદ્ધ દંપતી બેભાન થઈ ગયા હતા. રાતે તેઓ સુતા પછી સવારે ઊઠ્યા જ નહી, સવારે ભુપેન્દ્રસિંહ નો પૌત્ર લંડનથી આવવાનો હતો, જેના કારણે પૌત્ર લંડનથી આવ્યો અને તેણે દાદાના ઘરે જઈને જોયું તો દાદા બેડની નીચે સૂઈ રહ્યા હતા. તેણે દાદાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ દાદા ઉઠ્યા નહીં ત્યારબાદ તેમની દાદીને પણ જગાડવાની કોશિશ કરી અને દાદી બેભાન હાલતમાં હતા. જેના કારણે પૌત્ર ગભરાઈ ગયો હતો. ઘરનો દરેક સમાજ જેમતેમ પડેલો હતો અને કબાટ પણ ખુલ્લા હતા. જેના કારણે કબાટમાં રહેલી રોકડ અને દાગીના ગાયબ થઈ ગયેલા હતા. તરત જ પૌત્રે જોયું તો તેમના ઘરેથી દાદાએ રાખેલી નોકરાણી પૂજા પણ ગાયબ થઈ ગઈ હતી.

જેના કારણે તરત જ પૌત્રે પાડોશીના લોકો સાથે મળીને પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ દાદા-દાદીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા દાદા દાદીની સારવાર કરાવવામાં આવી હતી. ભુપેન્દ્રસિંહ સેક્ટર 20 માં કપડાંનો શો-રૂમ ચલાવતા હતા.

જેના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હતી. તપાસ કરતા સમયે સીસીટીવી કેમેરાને ચેક કરતા જાણવા મળ્યું કે વૃદ્ધ દંપતીએ રાખેલી નોકરાણી પૂજાએ વૃદ્ધ દંપતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેણે જમવામાં બેભાન થવાની ઝેરી દવાને ભેળવી દીધી હતી. જેના કારણે આ ભોજન જમતા જ દંપત્તિ બેભાન થઈ ગયું હતું.

ત્યારબાદ તેણે ઘરમાં રહેલી રોકડ-દાગીનાની સંપત્તિને લૂંટીને રાતો રાત ભાગી ગઈ હતી. પોલીસ નોકરાણી પૂજાને શોધી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. બીજા લોકોની સંપતિને લુંટવા લોકો ગમે તેવા પગલા ભરી રહ્યા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *