સોસાયટીમાં ટેમ્પો પાર્ક કરવા બાબતે પાડોશીઓ વચ્ચે થયો ઝઘડો, ઝઘડો એટલો બધો ઉગ્ર બની ગયો કે છેક હત્યા સુધી મામલો પહોંચી ગયો અને થઈ ગયું કંઈક એવું કે….

સુરતના ઉતરાયણ વિસ્તારમાં સોસાયટીમાં ટેમ્પો પાર્ક કરવાને લઈને પાડોશીઓમાં ઝઘડો થયો હતો. જોકે આ ઝઘડામાં એક પડોસી એ પાડોશમાં રહેતી મહિલાઓ સાથે દૂર વ્યવહાર કરતાં આ મહિલા પરિવાર સભ્ય ઘરે આવતાની સાથે ઝઘડો કરનાર પડોસીના ઘરે હથિયાર લઈ પહોંચી ગયા હતા. અને પાડોશીને ચપ્પુ વડે હુમલો કરતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.

જેને લઇને તેનું કરૂંણ મોત થયું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ લોકોની અટકાયત પણ કરી છે.સુરતમાં સામાન્ય બાબતે હત્યાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે ત્યારે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન નજીકની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પડોશીઓએ સામાન્ય બાબતે ઝઘડી પડ્યા હતા.

અને જોતજોતામાં ચપ્પુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ સોસાયટીમાં રહેતા હિંમતભાઈએ ઘર નજીક ટેમ્પો પાર્ક કર્યો હતો જેને લઇને પડોસમાં રહેતી મહિલાઓ અપશબ્દ બોલવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *