બે સંતાનોની વિધવા માતાએ પાછળ પડેલા લફંગા યુવકને મોંમાન ન આપતા યુવકે કર્યું એવું કે, બિચારી મહિલાની જિંદગી બરબાદ થઈ ગઈ…
દરેક સબંધો આપડી લાગણી અને ભાવનાઓથી જોડાયેલા જ હોય છે. જો સબંધોની માન મર્યાદા ભુલાવી દઈને ગમે તેવું આડક્તરું વર્તન કરવામાં આવે તો માણસ સમાજના લોકો પત્યેથી માન સન્માન ખોઈ બેસે છે. અત્યારે એક પરણિત યુવકે વિધવા મહિલાના ચાળા લીધા હોવાની ઘટના સામે આવી છે..
નામીપુરા વિસ્તારમાં કુશળમૂર્તિ એપાર્ટમેન્ટની પાસે એક 40 વર્ષીય મહિલા તેના બે સંતાન સાથે રહે છે. મહિલાનું નામ રાધિકાબેન છે જ્યારે તેના પતિ કિશોરભાઈનું એક માર્ગ અકસ્માતમાં અઢી વર્ષ પહેલા જ મોત થઈ ગયું હતું. આ મહિલા આઠ મહિના પહેલા ચીસાઈ તળાવ પાસે એક નોકરી કરવા જતી હતી.
એ વખતે દરમ્યાન મહિલાને રીક્ષા ચાલક ખીમજીભાઇ સાથે સંપર્ક થયો હતો. ખીમજીભાઈને ખબર પડી કે આ મહિલા વિધવા છે અને પોતે નોકરી કરીને બંને બાળકોને ભણાવી રહી છે. ત્યારે આ મહિલાને મદદ કરવા માટે ખીમજી નામનો આ યુવક મહિલાને પોતાની રીક્ષામાં બેસારીને નોકરીએ મુકવા આવતો તેમજ વળતી વખતે ત્યાંથી લઈને ઘર સુધી મૂકી આવતો હતો..
શરૂઆતમાં તો આ વ્યક્તિ ખુબ જ મદદરૂપ સાબિત થયો હતો. પરતું ધીમે ધીમે તેનો ઈરાદો સાફ થવા લાગ્યો હતો. તે આ મહિલા રાધિકાબેનની ખુબ જ નજીક આવવા લાગ્યો હતો. બન્ને એકબીજાના મોબાઇલ નંબરની પણ આપ-લે કરી નાખી હતી. નજીક આવી રહેલા આ રીક્ષા ચાલક યુવકે રાધિકા બેનને મિત્રતા કરવા માટે કહ્યું હતુ.
કહ્યું કે, હું તમારી સાથે મિત્રતા કરવા માગું છું, તમે વિધવા છો એટલા માટે હું તમારું ખુબ જ ધ્યાન રાખીશ અને ડગલે ને પગલે તમારા પતિ તરીકેની ફરજ પૂરી પાડીશ. આ શબ્દો સાંભળતા જ મહિલાએ આ યુવકને દુર રહીને ના પાડી દીધી હતી. એક દિવસ રાતના 8 વાગ્યે મહિલા કામ અર્થે જતી હતી ત્યારે ખીમજી નામનો આ યુવક એક્ટિવા લઈને રાધિકાબેનનો પીછો કરવા લાગ્યો હતો..
અને કહેવા લાગ્યો કે તમારે મારી સાથે મિત્રતા કરવી જ પડશે, જેથી મહિલાએ ખીમજીને કહ્યું કે, હું પરણિત છું અને મારે બે મોટા સંતાન છે એટલે મારે મિત્રતા કરવી નથી. મહિલા એ પોતાના ખુબ સારા વિચારોથી સમજાવવાનો પ્રયત્નો કર્યો હતો. બાદમાં મહિલા કામ કરીને ઘરે જતી હતી..
ત્યારે ફરીથી ખીમજી તેનો પીછો કરીને રાધિકાની ઉપર એક પ્લાસ્ટિકની બોટલમાંથી એસિડ નાખ્યું હતુ. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી નાસી ગયો હતો. બીજી તરફ આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં લઈ જવાઈ હતી. ખરેખર આમાં જોવામાં આવે તો બિચારી મહિલાનો કશો વાંક હતો નહી..
છતાં પણ કેટલું દુઃખ અને નુકશાન ભોગવવું પડશે આવા કિસ્સાઓ માં દરેક વ્યક્તિનું લોહી ઉકળી જતું હોય છે, પણ ઘણીવાર આટ આટલું થવા છતાં કોઈપણ પ્રકારનું ચોક્કસ પરિણામ આવતું હોતું નથી અને પીડિતા વધુને વધુ પીડામાં ધકેલાય જાય છે. આ શરમજનક બાબત બન્યા બાદ ચારેકોર અરેરાટી ભર્યો માહોલ સર્જાઈ ગયો છે.