સમાચાર

આ જીલ્લમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જો હજુ પણ માવઠું થશે તો ખેડૂતો ચિંતાતુર બની જશે અને પાકને ખુબ જ નુકસાન પહોંચી શકે છે. આગામી સમયમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું સંકટ ઉભુ થયું છે. રાજ્યના ૧૦ જિલ્લામાં આજથી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે.

આજે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે તો પોરબંદર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જિલ્લાના ખેડૂતો દ્વારા હાથ ધરાયેલ ૬૨૪૬૫ હેકટરમાં ઘઉં, ૬૮૫૯ હેકટરમાં મકાઈ,૧૮૬૭૫ હેકટરમાં ચણા,૧૭૫૧૩ હેકટરમાં બટાટા અને ૨૧૫૪ હેકટરમાં રાઈ સહિતના પાકોને નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી છે.

ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં સર્જાયેલ વેસ્ટન ડિસ્ટબર્ન્સની સ્થિતિને લઈ વાતાવરણ એકાએક પલટાયું છે. ઠંડીનું જોર ઘટયું છે અને કયાંક વાદઈળાયું વાતાવરણ જોવા મળે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી સાચી પડશે તો ખેડૂતોને પ્રજાજનોને વધુ એક આફતનો સામનો કરવાનો વારો આવશે એમ મનાઈ રહયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *