24 કલાકમાં આ બે જગ્યાએ પડ્યો સૌથી વધુ વરસાદ જાણો કઈ જગ્યાએ આટલો વરસાદ પડ્યો

હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવાર સુધી સુરત જિલ્લા સુધી તો આવી ગયું છે અને ત્યાર બાદ શહેરના અને અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ બુધવારે સવારે છ વાગ્યે તો ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ 28 તાલુકામાં વરસાદ પડી ગયો હતો. તેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયા ગામમાં પડયો હતો. અને ચોવીસ કલાકમાં રાજ્યના કુલ ત્રણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો તાલુકો વરસાદ (M.M.) ખંભાળિયા67 કાલાવડ 58 મુળી 24 પડધરી 23 રાજકોટ 18 વેરાવળ 11 સાયલા 11 કોડીનાર 10 ધંધુકા 10. બુધવારે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. અને તેમાં પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર-સોમનાથ તથા પોરબંદર જિલ્લામાં ખૂબ જ વરસાદ પડ્યો હતો આમ 6:00 થી 8:00 સુધી જૂનાગઢના માંગરોળમાં 31 એમ.એમ ગીર સોમનાથના વેરાવળમાં 20 એમ.એમ તથા કોડીનારમાં 8 એમ.એમ જેટલો વરસાદ પડી ગયો હતો આમ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ગાંધીનગર તરફથી મળતી વિગતો અનુસાર બુધવારે સવારે 6 થી 8 દરમ્યાન 9 તાલુકામાં વરસાદ પડે છે. પાટણમાં સવારે સિદ્ધપુરમાં ખૂબ જ વાદળછાયુ વાતાવરણ થઇ ગયું હતું અને બીજી બાજુ સિદ્ધપુર શહેર તથા ગામના વિસ્તારમાં વરસાદ પડી ગયો હતો વરસાદી ઝાપટા પછી માર્ગો ઉપર પાણી પણ ભરાઈ ગયા હતા અને એક દિવસ બાદ ફરીથી જ સિદ્ધપુરમા વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને તેના આધારે જ ડેમમાં પાણી પણ આવવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ પાંચ જેટલા ડેમમાં નવા પાણીની આવક શરૂ થઇ ગઇ છે અને તેમાં પણ રાજકોટ જિલ્લાની ન્યારી ટુ આજી ત્રણ અને વિવિધ ગામોમાં એકથી સવા ફુટ નવા પાણીની આવી ગયા છે. ખેડૂતોને વાવણી કરવા માટે વરસાદની સાથે રાજકોટ જિલ્લાના જળાશયમાં પણ પાણી આવી જતા જ ખેડૂતો ખુશ થઈ ગયા હતા.

જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો તેમાં આવેલ માંગરોળ પંથકમાં આજુબાજુના અનેક વિસ્તારોમાં સવારે જ વીજળી સાથે વરસાદ આવી ગયો હતો અને વહેલી સવારથી જ વરસાદ આવી જતાં ખેડૂતો ખૂબ જ ખુશ થઇ ગયા હતા અને બીજી બાજુ માંગરોળ પંથકમાં ગોરેજ તથા બીજા ગામડાંઓમાં વીજળી જતી રહી હતી તેના લીધે જ લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *