સમાચાર

આ છ જિલ્લામાં કોરોના નો બ્લાસ્ટ, કેસમાં આટલા નો વધારો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના આંકડાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 968 કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 141 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 8,18,896 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,01,471 રસીના ડોઝ અપાયા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 4753 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 નાગરિકો વેન્ટીલેટર પર છે. 4747 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10120 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે વલસાડમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1 ને રસીનો પ્રથમ, 179 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 2411 નાગરિકોને રસીનો પ્રથમ, 20875 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9430 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,01,471 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,96,88,888 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

રાજ્યમાં આજે કોરોનાના કુલ 968કેસ નોંધાયા છે તે પૈકી અમદાવાદ કોર્પોરેશન 396, સુરત કોર્પોરેશન 209, વડોદરા કોર્પોરેશન 64, રાજકોટ કોર્પોરેશન 40, ખેડા 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશન 14, સુરત 14, ભરૂચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન 4-4, મહીસાગર 4, દેવભુમી દ્વારકા, મહેસાણા, મોરબી, તાપીમાં 3-3, બનાસકાંઠા, જામનગર, જામનગર કોર્પોરેશન, પંચમહાલ, સાબરકાંઠા 2-2 અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 968 કેસ નોંધાયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *