સમાચાર

આ રાજનેતાનો ઓડિયો થયો વાયરલ? ઓડિયોમાં છે ગંદી ગંદી વાતો

આ વાત છે દક્ષિણ ગુજરાતના એક રાજનેતાની. જેનો ગંદી ગંદી વાતો સાથેનો એક ઓડિયો વાયરલ થયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છેકે આ ઓડિયોમાં બંને કોર્પોરેટર છે. હાલમાં બંન્ને વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો ક્લિપમાં બે કોર્પોરેટરોની ફોન પર વાતચીતમાં સંભળાઈ રહ્યું છે કે પુરુષ કોર્પોરેટરની લાળ ટપકતી ઈચ્છાને લઈને અનેક ચર્ચા વહેતી થઈ છે.

હાલમાં સોશિયલ મીડિયામાં હાલ ઓડિયો જબરદસ્ત ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે.જેમાં બંને કોર્પોરેટરની વાતો ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્ર વિસ્તારની કથિત મહિલા અને પુરુષ કોર્પોરેટર વચ્ચેના સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં ‘હું થોડી તમને સામેથી કહું… સારું હાલ, તો, ક્યાં જવું છે બોલ..? તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો..? જેવા સંવાદ ચર્ચાનો વિષય બન્યા છે.

જેના કારણે કથિત પુરુષ કોર્પોરેટરે ચારિત્ર્યને મુદ્દે પહેલાથી જ ખુલાસો કરવાનો વખત આવ્યો છે. આ વખતે રોમેન્ટીક મૂડમાં આવી જઈ પક્ષની સાથી મહિલા કોર્પોરેટર સાથે મર્યાદા ઓળંગીને કરેલી વાત વાઈરલ થઈ છે. મહિલા કોર્પોરેટરે મજાકીય અંદાજમાં જાહેર કરેલી ઈચ્છાને લઈ સનસનાટી મચી છે. બંન્ને વચ્ચેનો કથિત સંવાદ સાંભળી રાજકીય વર્તુળોમાં રાજકારણમાં અંદરોઅંદર શું ચાલી રહ્યું છે તે અંગે અનેક વાતો વહેતી થઈ છે.

તમને જણાવી દઈએ કે, સુરતમાં AAPના મહિલા કોર્પોરેટર પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વાત અને વિવાદ હજી શમ્યો નથી, ત્યાં વધુ બે કોર્પોરેટરના સંવાદથી નવો રાજકીય સળવળાટ શરૂ થયો છે. બંન્ને વચ્ચે કથિત પણે ગરમજોશીથી થયેલી વાતોને લઈને સુરત શહેરના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. બંન્ને વચ્ચે થયેલા સંવાદના અંશો આ મુજબ છે

હલો… તમે સુરત કે અહીંયા… અહીંયા અહીંયા… કેમ કંઈ જવાનું છે કાંઈ..? તમે ગાંધીનગર આવ્યા છો? ના, ના હું તો એકલી જ છું. કંઈક જવું છે ફરવા, થોડા માણસ જેવા થાવ, થોડા માણસ જેવા… માણસ જેવા જ છીએ.. આ તો મેં કીધું શું કરો છો… તમારે તમારી બહેનપણીને લઈને આવત ને… કોણ બહેનપણી.. ઘણાને હોય તો એમ લઈ જવાયને… હું થોડી કંઈ સામેથી તમને કહું…. સાપું હાલ ક્યાં જવું છે બોલ..?

પાર્ટીવાળા માથે થોકીને પતાવી દેશે… આ ધંધો કરવા નથી આવ્યા, આપણે શુદ્ધ કામ કરવા આવ્યા છે. ડાયરેક્ટ ક્યાં લઈ જાઉ, એમ પુછતા શરમેયન આવે.. મારું જમા જ છે આમેય, શું જમા છે. ફરવા જવાનું. તો મારા ભાભીને ઘરેથી લેતા અવાય ને.. આપણા સંબંધ તો ફ્રેન્ડ જેવો જ છે અને રહેશે તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો. જો કે સોશિયલ મીડિયામાં ફરતી આ ઓડિયો ક્લિપને લઇને અમે કોઇપણ પ્રકારીની પુષ્ટિ કરી રહ્યા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *