સમાચાર

આ તાલુકામાં તો વરસાદ ની સાથે સાથે કરા પણ પડ્યા ખેડૂતોને આટલું થયું નુકસાન

ખબર નહીં શું થઇ રહ્યું છે દિશા અને દશા બધું જ બદલાઇ ગયું છે. ખેડૂતો પણ હવે વિમાસણમાં છે કે આખરે કરવું તો કરવું શું. કેમકે, વારંવાર માવઠારૂપી આફતો આવે છે વાવાઝોડા આવે છે કરા પડે છે જેના કારણે ખેડૂતો માટે તો એવી સ્થિતી સર્જાઇ છેકે આખર જવું તો જવું ક્યાં ત્યારે ફરી એકવખત ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ખાસ કરીને કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસાદ પડ્યો છે તો અનેક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો છે જેના કારણે અચરજ સાથે આફત વરસી હોય તેવી સ્થિતી સર્જાઇ છે.

વાત કરીએ કચ્છની તો સતત ત્રીજા દિવસે માવઠારૂપી આફત વરસી રાપર અને ભચાઉ તાલુકાના ઘણા ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો બાદરગઢમાં તો કરારૂપી કેર વરસ્યો. રાપર અને ભચાઉ તાલુકાના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી જેમાં બાદરગઢ ગામે તો વરસાદી કરા પડયા આ ઉપરાંત ખીરઈ, નીલપર તેમજ રાપરમાં વરસાદી ઝાપટા પડયા સવારે ઠંડીએ જોર પકડયું હતું.

અને હવામાન ચોખ્ખું થઈ ગયા બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો કેટલાક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જે વરસાદને લીધે પાણી વહેતા થઇ ગયા ઝાપટા બાદ ઠંડીએ પણ જોર પકડયું ખેતરોમાં ઊભા રવીપાકને નુકસાન થવાની પૂરી સંભાવના છે નીલપર ગામે ભારે વરસાદ બાદ ગામના અગ્રણીઓએ ચિંતા વ્યકત કરી છે ખાસ કરીને પાકના નુકસાનને લઇને ખેડૂતો ખૂબજ ચિંતિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *