હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ આગામી બે દિવસ આ જિલ્લાઓ મા ભારે વરસાદ પડી શકે છે…

સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં હળવા વરસાદથી લઈને ભારે વરસાદ અને જે બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહંતીએ વરસાદ અંગે માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હળવા થી લઈને મધ્યમ વરસાદ પડશે જ્યારે બે જગ્યાએ ભારે વરસાદ વાચી શકે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે જે બાદ આ વિસ્તારોમાં પણ હળવા થી લઇ મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે જ્યારે અમદાવાદની વાત કરે તો અમદાવાદમાં ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 27 જુલાઈ પછી વરસાદનું જોર ઘટી શકે છે.

અમદાવાદમાં વરસાદને લઈને મનોરમા મોહન્ટી એ બધું જણાવ્યું કે 25 જુલાઈ થી લઈને 27 જુલાઈ સુધી શહેરમાં સામાન્ય થી લઈને સારો વરસાદ વરસશે. 27 જુલાઈ બાદ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 62% જેટલો વરસાદ વરસી ચુક્યો છે, 509 મિલિમિટર વરસાદ પડ્યો છે.

જ્યારે હવામાન વિભાગના આગાહીના કારણે કાંકરેજ માવલદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની કચેરી દ્વારા એક પરિપત્ર પણ હાલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 23 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે અને લોકોને નદીના પટમાં તથા ચાલુ પાણીના પ્રવાહમાં ન પ્રવેશવાની સલાહ આપવામાં આવી છે.

આગામી દિવસે હવામાન વિભાગે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે આગામી 24 કલાકમાં જામનગર મોરબી રાજકોટ કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા ખેડા પંચમહાલ દાહોદ આ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે અને સૌરાષ્ટ્ર દરિયા કિનારે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *