હવામાન વિભાગે કરેલી આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસુ? વાવાઝોડું પણ…

રાજ્યમાં અત્યારે ઘણા બધા અઠવાડિયાથી ખૂબ જ ગરમી પડી રહી છે અને હવામાન પણ ગરમ ગરમ જ રહે છે. અને લોકો આ ગરમીથી ખૂબ જ ત્રાસી ગયા છે. તેવા જ સમય હવામાન વિભાગે લોકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે દરેક વ્યક્તિને આ કાળઝાળ ગરમીથી છુટકારો મળી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 મી જુનથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ અને નવસારી થી દમણ માં વરસાદ આવવાની ખૂબ જ શક્યતાઓ જોવા મળી રહી છે.

તદુપરાંત સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી તથા ગીર સોમનાથ ના ભાગ માં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજથી જ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વીજળી પડશે તથા વાવાઝોડાની અસર જોવા મળશે તથા વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 8 જૂનથી દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને નવસારીમાં વરસાદ આવી શકે તેવું લાગી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં પણ અમરેલી જીલ્લો તથા ગીર સોમનાથ જિલ્લામાં અમુક અમુક ભાગોમાં વરસાદ આવી શકે છે તથા દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવનો આવી શકે છે. અને આ ભેજવાળા પવનો આવવાથી વરસાદ પડે તેવું વાતાવરણ સર્જાઇ શકે છે અને તેનાથી દરેક વ્યક્તિઓને આ કાળઝાળ ગરમીથી છુટકારો મળી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવનારા બે દિવસ તાપમાન 43 ડિગ્રી જેટલું જોવા મળશે પરંતુ બે દિવસ પછી આ તાપમાનમાં મુખ્યત્વે બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને તેનાથી જ આ ગરમીથી છુટકારો મળશે. મહત્વની વાત એ છે કે આગામી બે દિવસ તાપમાન 43 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગે નોંધ લીધી છે કે ગયા વર્ષે ચોમાસું થોડું મોડું આવ્યું હતું તેમજ તેની સરખામણીમાં આ વર્ષે દેશમાં સારું ચોમાસું આવી શકે છે અને તેવા એંધાણ મળ્યા છે આમ હવામાન વિભાગે આ વર્ષે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં સમગ્ર દેશમાં 103 ટકા વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે. આમ એક મહિના પહેલા જ સમગ્ર દેશમાં 99 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ હવામાન વિભાગે જ્યારે સમગ્ર હવામાનની માહિતી મેળવી ત્યારે તેમને 103 ટકા વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *