આ તારીખથી ગુજરાતમાં ફરી વરસાદની તીવ્રતા વધશે, હવામાન વિભાગે કરી મોટી આગાહી જાહેર… મુશળધાર વરસાદ સાથે હવે… Gujarat Trend Team, July 18, 2022 “ગુજરાતના વિસ્તારમાં 19મીએ અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 20 અને 21મીએ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.” ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જો કે રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. દરમિયાન અમદાવાદ શહેરમાં હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 32 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધોળકામાં થયો છે. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “આજે 18મીએ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. દરેક જગ્યાએ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આજે, ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલી, મહિસાગર, છોટાઉદપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ નહીં પડે. ત્યાં આ પ્રમાણેની કોઈજ આગાહી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “19મીએ પણ ગુજરાતમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. 20મી અને 21મીએ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. દરમિયાન આ, મોટે ભાગે હળવા વરસાદથી મધ્યમ વરસાદ પડશે. ગુજરાતમાં 18મી તારીખ સુધી સરેરાશ 57.24 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 103.44 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.40 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 44.82 ટકા, સૌરાષ્ટ્રમાં 57.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના 155 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 32 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધોળકામાં થયો છે. સમાચાર