હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર

ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં જ મંગળવારે રાજ્યના ૨૨થી વધુ તાલુકામાં વરસાદ આવી ગયો હતો અને ત્યારે જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવતા અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ દરેક જિલ્લામાં આવી જશે અને મેઘરાજાની પધરામણી પણ થઈ જશે આમ આવનાર ચાર દિવસ દરમિયાન રાજ્યમાં થોડો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું અને તેની સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી પડવાથી અને પવન તથા વરસાદ આવવાથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે આમ રાજ્યમાં 96 થી 104 ટકા વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં ગયા વર્ષે 32 ઇંચ સાથે લગભગ 96.70 ટકા વરસાદ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં જ્યારે ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે મંગળવારે પણ વરસાદ અમુક જિલ્લામાં યથાવત જ રહેલો જોવા મળ્યો હતો તેમાં દ્વારકા, ખેડા, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદ આવ્યો હતો. ઘણા બધા જિલ્લાઓમાં બપોર પછી જ્યારે મેઘરાજાએ આગમન કર્યું હતું ત્યારે લોકોની ખુશીનો પાર ન હતો અને તેઓને ખૂબ જ ઠંડકનો અનુભવ થયો હતો અને હવામાન વિભાગે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં બે દિવસ વરસાદનું જોર ઓછુ જોવા મળશે અને અમુક અમુક જિલ્લામાં છુટોછવાયો વરસાદ જોવા મળશે આમ 16 જૂન પછી સમગ્ર રાજ્યમાં વરસાદ આવશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિવિધ દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો હતો અને વલસાડના તિથલ બપોર પછી દર ખૂબ જ તોફાની બની જતા લોકો ને દરિયા ની નજીક જવા માટે ના પાડી દીધી હતી તથા દ્વારકામાં પણ દરિયામાં ખુબ જ ઉંચા ઉંચા મોજા જોવા મળ્યા હતા અને ગોમતી ઘાટ ઉપર પાંચથી છ ફૂટ ઊંચા મોજા ઉછળવા થી સહેલાણીઓને પણ સંબંધ રાખવા માટે જણાવ્યું હતું.

હવામાન વિભાગે અલગ-અલગ જિલ્લામાં આજે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી અને તેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને તેની સાથે જ વરસાદ આવશે તેવી સંભાવના છે.

સમગ્ર પાણીના પુરવઠા ઉપર નજર કરવામાં આવે તો સિંચાઇ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશય માં 154915 એમ.સી.એફ.ટીપાણી સંગ્રહ કરવામાં આવ્યું છે અને જે કુલ સંગ્રહશક્તિ ના 46 37 % છે તેવું કહ્યું છે. આમ સમગ્ર રાજ્યના 206 જળાશયો છે તેમાં 1,94,954 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેમાં કુલ સંગ્રહશક્તિ ના 35% જેટલો ભાગ થાય છે.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચોમાસા ના આંકડા જોવા જઈએ તો 2017માં 112 ટકા વરસાદ, આવ્યો હતો 2018માં 76 ટકા વરસાદ, 2019માં 144 ટકા વરસાદ, 2020માં 137 ટકા વરસાદ, અને ગયા વર્ષે 2021 માં 97 ટકા વરસાદ આવ્યો હતો. તેમજ નુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વખતે સમગ્ર ઋતુનો 104 ટકા જેટલો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *