ઉનાળાના કારણે ખૂબ જ ગરમી પડી રહી છે. અને હવે લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે અમદાવાદમાં આવેલ નૈઋત્યનું ચોમાસું કેરળ થી આગળ વધી ગયું છે તેવી માહિતી મળી છે અને તેમાં તે ચોમાસું કેરળ થી આગળ વધીને કર્ણાટક સુધી પહોંચ્યું છે. આમ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે અને તેમ જ આગળના આવનારા દિવસોમાં ગોવા તથા મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થતું જોવા મળ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં પણ 15 જૂન પહેલા જ ચોમાસું આવી જશે તેવી શક્યતાઓ છે. આમ આવનાર 24 કલાક દરમિયાન ગુજરાતમાં પણ વરસાદ આવી શકે તેવી આગાહી દર્શાવવામાં આવી છે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા આવી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ આગાહી અનુસાર રાજ્યમાં ઠંડર સ્ટ્રોમ એક્ટીવીટીની અસર રહેશે તેવું લાગી રહ્યું છે. તદુપરાંત દક્ષિણ ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની પણ અસર જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે અને તેની સાથે સાથે વરસાદની પણ આગાહી કરી છે.
અગાઉના વર્ષમાં ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તેવી સંભાવના જણાવવામાં આવી હતી અને બીજી તરફ કેરળમાં તો ચોમાસાએ આગમન પણ કરી લીધું છે. મળેલ આગાહી અનુસાર કેરળમાં ચોમાસુ પહોંચી ગયું છે અને થોડાક જ સમયમાં તે ગુજરાતમાં પણ આવી જશે આમ તેની પહેલા હવામાન બદલાઈ રહ્યું છે અને તેમાં પલટો આવી રહેલો જોવા મળે છે પાંચ દિવસ સુધી અત્યંત ગરમીથી છુટકારો મળ્યા બાદ ફરીથી બે દિવસ આકરો તાપ વર્તાઈ રહ્યો છે.આમ આગળના દિવસોમાં ગરમી ઓછી થાય તેવી સંભાવના પણ જણાવવામાં આવી છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.