આગામી 24 કલાકમાં રાજ્યમાં માવઠાની આગાહી, પારો પણ 2 ડિગ્રી નીચે ગગડ્યો ભારે પવન સાથે…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થઈ ગયા છે, જેને કારણે અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થઈ ગયો છે. આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે વરસાદી છાંટીથી લઈ અને ઝાપટાં આવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી દીધી છે.

આગામી ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી જશે તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાના છે.

વાતાવરણમાં પલટો આવતાં જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવાર કરતાં ૧.૧ ડિગ્રી ઘટી અને ૪૧.૨ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યો હતો. જ્યારે ૪૧.૮ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર થઇ ગયું હતું.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.