આગામી 48 કલાક આ જિલ્લાઓ માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે, હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા જ આ વિસ્તારનું તો હવે આવી બન્યું…

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ પોતાની કહેર વરસાવી છે જેના કારણે રાજ્યના ખેડૂત ભાઈઓમાં એક અલગ જ ખુશીઓનો માહોલ અત્યારે રાજ્યના તમામ નદીઓ જળાશયો છલોછલના છલકાઈ રહ્યા છે બીજી બાજુ સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ અત્યારે સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદને લઈને આવવાનું વિભાગે ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે જેમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર વધે છે તેવી શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા તબાહી મચાવી શકે છે.

જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યના બીજા જિલ્લા તાલુકાઓમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે, 15 ઓગસ્ટ થી લઈને 17 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

તમને જણાવી દે તો મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેના કારણે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.

દોસ્તો તમને જણાવી દેવી હોય તો હવામાન વિભાગે અગાઉ પણ આગાહી જાહેર કરી હતી જેમાં 15 ઓગસ્ટ થી લઈને 17 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી જો આ વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ડીસા સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બીજી બાજુ અમદાવાદ શહેર અને ગાંધીનગર ની વાત કરીએ તો ત્યાં હવામાન વિભાગે સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદની આગાહી જાહેર કરી છે, આજે વહેલી સવારની વાત કરીએ તો સુરત શહેરમાં ભારે વરસાદ જોવા મળ્યો છે જ્યાં સવારના 6:00 વાગ્યાથી લઈને બપોરના 12:00 વાગ્યા સુધીમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.