આગામી 48 કલાક સમગ્ર રાજ્ય માટે ખૂબ જ ભારે, હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે એલર્ટ જાહેર કરી દીધા, જાણો કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા… દરિયામાંથી 65 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે ભારે પવન… Gujarat Trend Team, August 22, 2022 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે જ્યાં રાજ્યના મોટા ભાગના જિલ્લા તાલુકામાં ભારે અતિ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે, જેના કારણે હવામાન વિભાગે રાજ્યના બે જિલ્લામાં અત્યારે ઓરેન્જ એલર્ટ પણ લગાવી દીધું છે. જ્યારે બીજી તરફ રાજ્યના મોટાભાગના જિલ્લામાં યેલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે, હવામાન વિભાગે વરસાદને મોટી આગાહીને ધ્યાનમાં રાખીને ગયા વિસ્તારમાં રહેતા લોકો અને માછીમારોને પણ અત્યારે સતર્ક કરી દીધા છે જેના કારણે કોઈ મોટી જાનહાની કે નુકસાન ન થાય. ખાસ કરીને આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેને કારણે મોટાભાગના જિલ્લાઓમાં જાહેર કરી દીધા છે જ્યારે 23 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરતા અત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ અરવલ્લીમાં અતિ ભારે વરસાદ ને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દીધું છે, 23 ઓગસ્ટ ના રોજ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા પાટણ નવસારી બનાસકાંઠા સાબરકાંઠા જેવા વિસ્તારમાં યેલો એલર્ટ પણ હવામાન વિભાગે આપી દીધું છે અને દરિયામાંથી 23 ઓગસ્ટ અને 24 ઓગસ્ટના રોજ ભારે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા છે. સમાચાર