આજથી 48 કલાક સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અમુક વિસ્તારોમાં તો વરસાદની સુનામી આવશે તેવી શક્યતા… Gujarat Trend Team, July 26, 2022 રાજ્યભરમાં અત્યારે હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે આસપાસ નદીઓ વહેતી હોય તેવું પણ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં મેઘરાજા ખૂબ જ મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના 229 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારતીય અધિક ભારે વરસાદની આગાહી જાહેર કરી છે તમને જણાવી દઈએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. તો આજની વાત કરવામાં આવે તો 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ હાલ અત્યારે સતત ને સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા 24 કલાક દરમિયાન સરદાર સરોવર ડેમની સપાટી 1.75 મીટર વધી છે હાલ સરદાર સરોવર ડેમમાં દર કલાકે 10 થી 12 સેમી સપાટીમાં વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમની જળ સપાટીની વાત કરવામાં આવે તો હાલ અત્યારે 126 મીટર એ પહોંચી છે અને ડેમમાં હાલ બે લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક છે. અને તેના કારણે આરબીપીએચ અને સીએચપીએચ ના તમામ પાવર હાઉસ ના યુનિટ શરૂ કરી દેવામાં આવ્યા છે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના હાલ અત્યારે તમામ દરવાજા ખોલ નાખવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અત્યારે જામ્યો છે ત્યારે ગરવો ગિરનાર પણ અત્યારે સોળે એ કળાએ ખીલી ઉઠ્યો છે. હાઉમન વિભાગે એલ એટ જાહેર કરતા જણાવ્યું છે કે આગામી દિવસોથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે ત્રણ દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી મહેસાણા ગાંધીનગર અરવલ્લી પાટણ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર બોટાદ અમદાવાદ ખેડા દ્વારકા મોરબી પોરબંદર વલસાડ આણંદ જેવા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. વધુમાં હવામાન વિભાગ એ અપડેટ આપતા જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર ઘટશે સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નિષ્ણાંત આધારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સીઝનનો 60 ટકા જેટલો વરસાદ વશી ચૂક્યો છે. સમાચાર