સમાચાર

પાંચ દિવસની મોટી આગાહી જેમાં આ વિસ્તારો પતરા ઉખાડી નાખે તેવો વરસાદ નોંધશે, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્ય અને કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ક્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા જિલ્લા તાલુકાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પાણી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ રાજ્યમાં આગામી પાંચ દિવસની મધ્યમથી ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે ખાસ કરીને જૂનાગઢના વિસાવદર વિસ્તારમાં દૂધમાં રીતે વરસાદ ખાબક્યો છે. વરસાદ પડવાથી ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી છે જે વાવણીલાયક વરસાદ અત્યારે ઠેર જગ્યાએ થઈ રહ્યો છે.

અત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નહીં આગાહી જોવા મળે છે ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી થઈ રહી છે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ ની આગાહી જોવા મળી રહી છે તો ચાલો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ સુરત વલસાડ તાપી ભરૂચ અને આ બાજુ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી દિવ દમણ વગેરે વિસ્તારોમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે રવિવાર ની વાત કરીએ તો રાજ્યમાં હોટલ 11 જિલ્લાના ૧૮ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. શનિવારે નવસારીમાં સૌથી વધુ વરસાદ 1.41 ઇંચ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ની આગાહી કરી છે તેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ મા મેઘરાજા મન મૂકીને વરસાદની આગાહી સો મળે છે.

અને આ બાજુ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે જ્યારે અમદાવાદ ની વાત કરીએ તો આગામી પાંચ દિવસ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સૌથી વધુ વરસાદ સોમવારે વલસાડમાં પડ્યો હતો જે ૩.૨૪ ઈચ નોંધાયો હતો પારડીમાં 2.92 જેટલો વરસાદ જ્યારે ઉમરગામમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Leave a Reply

Your email address will not be published.