હવે ગુજરાતનું આવી બન્યું, મેઘરાજા આ વિસ્તારોને ધમરોળશે, આ બધા જ વિસ્તારોમાં કરવામાં આવી ભારેથી અતિભારે વરસાદની આગાહી…

સમગ્ર રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમુક જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે તો અમુક જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ દરમિયાન હવામાન વિભાગે ફરી એક વખત વરસાદના બીજો રાઉન્ડને લઈને મોટી આગાહી જાહેર કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસની લઈને હવામાન વિભાગનું કહેવું છે કે ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળશે.

અને આ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગના મુખ્ય અધિકારી એવા મનોરમા મોહંતી ના જણાવ્યા પ્રમાણે 21 અને 22 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ છૂટો છવાયો સારો એવો વરસાદ જોવા મળી શકે છે.

આ બધું સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરે તો ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં 21 જુલાઈ 22 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ફરી એક વખત ફફડાટ ફેલાઈ રહ્યો છે વરસાદના બીજો રાઉન્ડ શરૂ થવાને કારણે ખેડૂતોમાં ફરી એક વખત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે હવામાન વિભાગ એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ જાહેર કરી છે જ્યાં 23 અને 24 તારીખે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે સાબરકાંઠા મહીસાગર અરવલ્લી જેવા વિસ્તારમાં 23 જુલાઈ નો દિવસ ખૂબ જ ભારે રહેશે.

અમદાવાદમાં 23 અને 24 જુલાઈના રોજ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે સુરત વલસાડ ડાંગ જ વિસ્તારોમાં 22 જુલાઈ થી ભારથીયાથી ભારે વરસાદ પડી શકે તેવું જણાવ્યું છે હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારોને પણ હાર અત્યારે 17 કરી દીધા છે અને માછીમારોને દરિયાનો ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં હાલ સીઝન નો 55 થી ૫૮ ટકા સુધીનો વરસાદ વરસી ચુક્યો છે. જેમાં લગભગ 459 એમએમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જે જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં 275 એમએમ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જોવા મળ્યો છે જ્યાં 57.77% વરસાદ નોંધાયો છે અને બાદમાં દક્ષિણ ગુજરાતમાં 74.17 ટકા વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.