અમદાવાદીઓ થઈ જાવ સાવધાન, આગામી ત્રણ કલાક શહેર માટે ખૂબ જ ભારે, હવામાન વિભાગે કરી તાત્કાલિક ધોરણે જાહેર મોટી આગાહી, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જાણો કયા વિસ્તારમાં કેટલો ઇંચ વરસાદ નોંધાયો…

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી જાહેર કરી છે, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયા હતા તેમ જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો.

અમદાવાદ શહેરમાં એકા એક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું લગભગ એક કલાકમાં જ શહેરમાં 0.96 ઇંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના પણ જોવા મળી હતી આરટીઓ થી લઈને સુભાષ બ્રિજ તરફ નીચેના વાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલુ લોકોને ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે બીજી તરફ હોવાનું વિભાગ આગાહી જાહેર કરતા જણાવજો કે આગામી ત્રણ કલાક સમગ્ર શહેરમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે અને હવામાન ખાતાની આગાહી મુજબ જ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની ઝાપટા પણ શરૂ થઈ ચૂક્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો અમદાવાદના ગુરુકુળ વસ્ત્રાપુર શ્યામલ નવરંગપુરા વિજય ચાર રસ્તા પ્રહલાદ નગર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.

જેમાં સૌથી વધુ વરસાદ વટાવવામાં જોવા મળ્યો હતો જ્યાં બે ઇંચ વરસાદ નોંધાયો બીજી તરફ 1.9 ઇંચ વરસાદ દક્ષિણ વિસ્તારમાં ખાબક્યો હતો આ સાથે પૂર્વ વિસ્તારમાં 1.58 ઇંચ વરસાદ પશ્ચિમ વિસ્તારમાં 0.9 ઇંચ વરસાદ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 0.62 ઇંચ વરસાદ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 0.36 ઇંચ વરસાદ મધ્ય વિસ્તારમાં 1.13 ઈંચ વરસાદ ખાબક્યો હતો, આ સાથે વાસણા બેરેજમાં ચાર દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *