આહિર પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો, આહિર પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે જ પતિ-પત્ની અને દીકરાનું કમકમાટી ભર્યું મોત…

ભાવનગરના વલભીપુર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં કારમાં સવાર આહિર પરિવારના ઘરના બધા જ સભ્યોનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું, વલભીપુર પાસે કાર અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાતા પરિવારના પતિ પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં 17 વર્ષનો દીકરો બચી ગયો છે જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે જ્યારે પરિવારના બીજા ત્રણના મોતથી સમગ્ર આહિર પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પાસે આ ગમકવાર અકસ્માત સર્જાયો હતો વલભીપુર રાજકોટ હાઇવે ઉપર મોડી રાતના આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ટ્રક સાથે જોરદાર ટક્કરને કારણે અમરેલી નો આહિર પરિવાર આ સમગ્ર ઘટનાનો ભોગ બન્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ 40 વર્ષીય જીલુભાઇ આહીર જે પોતાના પરિવાર સાથે કારમાં સુરતથી અમરેલી તરફ જઈ રહ્યા હતા અને તેમની સાથે પત્ની અને પોતાના બે પુત્રો ગાડીમાં સવાર હતા.

વલભીપુર રાજકોટ હાઇવે ઉપર કાર ટ્રક સાથે જોરદાર ટકા થતા આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત એટલો જોરદાર રીતે બન્યો હતો કે આહિર પરિવારના ત્રણ સદસ્યોના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં પતિ પત્ની સહિત 15 વર્ષના દીકરાનું પણ મૃત્યુ થયું હતું જ્યારે 17 વર્ષીય યુવક શુભમ જે ગંભીર રીતે ઘાયલ છે અને તેને તાત્કાલિક ધોરણે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *