હવે રહસ્ય ખુલ્યું! આકાશમાં દેખાયેલાં અગનગોળાનું રહસ્ય! જાણીને તમે પણ ચોકી જશો
સમગ્ર ગુજરાતમાં શનિવારના રોજ સાંજે ૮ વાગ્યાની આસપાસ જ એક ચમકદાર અગન ગોળા જેવી વસ્તુ ઘરતી તરફ આવી રહી હોય તેવું જણાતા ખળભળાટ મચી ગયો હતો. અમુક અટકળો મુજબ તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ખુબ જ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી રહી હતી. જો કે આખરે આ વસ્તું શું હતી તે સ્પષ્ટ થયું નથી.
ઘણા વૈજ્ઞાનિકોના દાવા અનુસાર આ ચીનનું એક રોકેટ હતું. અને જેનું નામ ચેન્ગ ઝેંગ ૩ બી હતું. જેનો સીરિયલ નંબર વાય૭૭ એવો હતો. અને તે ફેબ્રુઆરી ૨૦૨૧ માં લોન્ચ થયું હતું. જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયું હોય તેવી શક્યતા રહેલી છે. એક અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેક ડોવેલ દ્વારા આવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે હજી સુધી આ અંગે ચીન દ્વારા કોઇ પણ અધિકારીક ટ્વીટ કરવામાં જ આવ્યું નથી. આ ઉપરાંત અન્ય કોઇ પણ અધિકારીક સંસ્થા દ્વારા પણ આ અંગે કોઇ સ્વીકાર કરવામાં આવ્યો નથી.
આ દરમિયાન જમીન પર પડેલી વસ્તુ રિંગ જેવી લાગતી હોય છે. એક મળેલી માહિતી અનુસાર, આ કોઈ ઉલ્કા નથી પરંતુ એક સેટેલાઇટનો ટુકડો છે તેવું કહેવામાં આવે છે, જે ક્રેશ થઈને જમીન પર પડી ગયો હતો. જોકે આ વાતની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. લાડબોરી ગામમાંથી બહાર આવેલી તસવીરોમાં લોખંડની મોટી રિંગ નજરે પડી રહી છે.
ગ્રામજનોનું એવું કહેવું છે કે તેમને અચાનક જ એક ભયાનક અવાજ સંભળાયો હતો અને જ્યારે તેઓ ડરના લીધે ઘરોમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે આકાશમાં આગનો ગોળો જોયો હતો. જ્યારે આગનો આ ગોળો જમીન પર પડ્યો ત્યારે તે એકદમ ગરમ હતો. જ્યારે આ રિંગ આકાશમાં દેખાઈ હતી ત્યારે તે એકદમ આગની જેમ ચમકી રહી હતી. જેથી ઘણા લોકો તેને ઉલ્કા પિંડ પણ સમજતા હતા.
આ અદ્ભુત નજારાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો એકદમ રોમાંચિત થઈ ગયા હતા. વીડિયો જોયા પછી ઘણા બધા લોકોનો એ જાણવાનો રસ વધી ગયો કે એવી કઈ વસ્તુ છે જે આકાશમાં આટલી બધી અદભુત રીતે ચમકી રહી છે. આકાશમાં ચમકતી આ વસ્તુને લોકો દ્વારા જમીન પર પડતી રિંગ કહેવામાં આવી રહી છે.
This 3-meter-diameter ring is consistent with being part of the CZ-3B third stage tankage. It was found in Sindewahi (79.6E 20.3N) in eastern Maharashtra. (thanks @DrSachinW for forwarding the image) pic.twitter.com/hppY21nw1v
— Jonathan McDowell (@planet4589) April 3, 2022
એક ટ્વીટર યુઝર્સે એવું ટ્વીટ પણ કર્યું છે કે, આ રોકેટનો વધેલો બધો કાટમાળ ધરતી સુધી પહોંચ્યો અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં પડ્યો હતો. તેમણે આ કાટમાળના બધા ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. આ ફોટોનો જવાબ આપતા એક યુઝરે કાટમાળમાં રહેલી રીંગને ચાઈનીઝ રોકેટની સાઈઝ મુજબ હોવાનું પણ જણાવ્યું હતું. આ રીંગનું માપ અંદાજે ૩ મીટર જેટલું હોવાનું પણ જણાવાયું છે.