સમાચાર

આખરે ક્યાં બની હીટ એન્ડ રનની ઘટના? નોકરીએ જવા નીકળેલા મિત્રોને મળ્યું મોત

આ વાત છે વડનગર પાસેની જ્યાં નોકરીએ જવા નીકળેલા મિત્રોને અધવચ્ચે જ કાળ આંબી ગયો. બાઇક પર આ સવાર બંને મિત્રો તેમની મંજિલ એટલે કે નોકરીના સ્થળે જવા માટે બાઇક પર નીકળ્યા હતા ત્યારે અધવચ્ચે કાળરૂપી મારૂતીવાને તેમના બાઇકને ટક્કર મારી આ ટક્કર મોતરૂપી ટક્કર સાબિત થઇ.  ઘટના એટલી ગંભીર હતી કે બંને મિત્રોના મોત થઇ ગયા ઘટનાથી ગભરાયેલો મારૂતી વાનનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

સમગ્ર બનાવની વિગતોની વાત કરીએ તો આ ઘટના વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રે બની જ્યાં શેખપુર ગામના ઠાકોર સંજયજી માનસંઘજી અને સિપોર ગામના ઠાકોર કલ્પેશજી જહાજી આ બંને મિત્રો ખેરાલુ પાસે આવેલ જીઆઇડીસીમાં સાથે નોકરી માટે જઇ રહ્યા હતા. બંને એક જ બાઈક પર સવાર થઈને ખેરાલુ નોકરીએ જઇ રહ્યા હતા તે સમયે પૂરઝડપે પસાર થતી મારૂતિ વાન GJ02DE9947ના ચાલકે બાઈકને ગંભીર ટક્કર મારી અકસ્માતમાં બંને યુવાન રોડ પર પટકાતા બંનેના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા.

અકસ્માત સર્જનાર કાર ચાલક સ્થળ પર જ કાર મૂકીને ફરાર થઈ ગયો. અકસ્માતમાં મોતને ભેટનાર ઠાકોર સંજયના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને ઠાકોર કલ્પેશજીના પણ ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન એક દોઢ વર્ષની બાળકી છે. આ અકસ્માતમાં એક નાની બાળકીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. બંને યુવકોના મોતથી તેમના પરિજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *