સમાચાર

બનાસકાંઠા એક આખલાના કારણે બુલેટ સવાર આર્મી ઓફિસરે પોતાનો જીવ ગુમાવ્યો, સમગ્ર ઘટના જાણીને તમે પણ ચોકી જશો

ભારતભરમાં તો ઠીક પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે. અને એને કારણકે અનેક એક્સીડન્ટ અને મૃત્યુના બનાવ બને છે. દરરોજ આપણે રખડતા ઢોર સાથે અથડાતા અથવા તેને બચાવવામાં કોઈ અને કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો એવી ખબર સાંભળતા રહીએ છીએ. હાલ જ ગુજરાતના દિયોદરના વડિયાના એક સેના જવાન આ ઘટનાનો શિકાર બન્યા છે.

ઘટના વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ એ મુજબ આસામ ખાતે આર્મીમાં પેરાકમાન્ડો ફરજ બજાવતા અમરતભાઈ પોતાની ફરજ પૂર્ણ કરીને પોતાના વતન વડિયા ગામે જતા હતા અને ત્યારે જ આ બનાવ બન્યો અને એમાં એમને જીવ ગુમાવ્યો હતો.

આસામથી અમરતભાઈ ગાંધીનગર આવ્યા હતા અને ત્યાંથી એ બુલેટ પર રવાના થઈ અને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ રોડ પર એક રખડતો આખલો વચ્ચે આવી ગયો અને એમની સાથે અથડાઈને તેઓ બુલેટ પરથી કાબુ ગુમાવીને નીચે પટકાયા. અક્સમાત થયાના થોડી જ ક્ષણોમાં એ જગ્યા પર અમરતભાઈ મોતને ભેટ્યા હતા.

સેનામાં ફરજ બજાવતા પુત્ર ઘરે પરત ફરી રહ્યા હતા એટલે ઘરમાં ખુશીનો માહોલ હતો. પરિવાર મીટ માંડીને પુત્રની રાહ જોઈ રહ્યા હતા પણ આવો બનાવ બનશે એવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહતું. બનાવના સમાચાર સાંભળતા જ એ પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. દેશનો જવાન કોઈ જંગમાં નહીં પણ રખડતા ઢોર સામે અથડાઈને મૃત્યુ પામ્યો છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.