બોરસદ તાલુકામાં આભ ફાટ્યું કે શું? 11 ઇંચ વરસાદ માત્ર 6 કલાકમાં જ તૂટી પડ્યો, બીજા આ વિસ્તારમાં પણ… Gujarat Trend Team, July 2, 2022 અષાઢી બીજના દિવસે ઘણા બધા શહેરમાં જગન્નાથજીની સવારી નીકળી હતી. એ દિવસે ઘણા શહેરોમાં મેઘરાજા પણ ખૂબ જ મહેરબાન થયા હતા. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લગભગ 64 તાલુકામાં અડધાથી ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં થયો હતો. ત્યારે જ કલાકમાં 11 ઇંચ વરસાદ પડી જતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વધારે વરસાદને કારણે બોરસદના કંસારી ગામના એક યુવકનું મૃત્યુ નીપ્યું હતું અને શીતવા ગામનો પણ એક એવું પાણીમાં તણાઈ ગયો હતો જેની પણ કોઈ ખબર આવી ન હતી. લગભગ 11 જેટલા પશુઓના પણ મોત નીપજ્યા હતા. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો લોધીકામાં ચારથી છ વાગ્યા માં ચાર ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો. સુરતના ઓલપાડમાં પણ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણ અને નવસારીના ખેરગામ અને વલસાડના પારડીમાં પણ ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. રાબેતા મુજબ ચોમાસું ચાલુ થતા સરેરાશ વરસાદ 10% થયો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કેટલાય વિસ્તારોમાં હજુ વરસાદ નથી. આખા રાજ્યના કુલ 251 તાલુકાઓમાંથી 19 તાલુકામાં સહેજ પણ વરસાદ નોંધાયો નથી. રાજ્યના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરએ માહિતી આપી છે કે રાજ્યના ૧૦૩ તાલુકામાં બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે ૯૦ તાલુકાઓમાં બે થી ત્રણ ઈંચ, 39 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ જ્યારે 13 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. સૌથી ઓછો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. ત્યાંના લોકો વરસાદની આ તોરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે વિસ્તારમાં લગભગ ચાર ટકા જ વરસાદ નોંધાયો છે કચ્છના અબડાસા,લખપત અને રાપર તાલુકામાં તો એક પણ વાર વરસાદ વરસ્યો નથી. દક્ષિણ ગુજરાતમાં 11.73 અને સૌરાષ્ટ્રમાં 10.46% વરસાદ. ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સૌથી વધારે વરસાદ પડી ચૂક્યો છે લગભગ 11.73% જેટલો વરસાદ નોંધાયો છે. આ ઝોનમાં સરેરાશ વરસાદની વાત કરીએ તો એક તો 173.15 એમએમ વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો 74.96 એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે મધ્ય ગુજરાતમાં 8.53 ટકા જેટલો વરસાદ છે. સમાચાર