કોઈ મોટા રહસ્યોના સંકેત? આણંદની આ ત્રણ જગ્યાએ આકાશમાંથી વારસિયા ગોળા…

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા, ખાનકુવા અને શિલી જીતપુરામાં આકાશમાંથી ગોળા પડવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. જેની આજે એફએસએલ દ્વારા બધી તપાસ શરુ કરવામાં આવી રહી છે. ભાલેજ પોલીસે ગઈકાલે આ અવકાશી ગોળાને કબ્જે કરી લીધા હતા, જેના બાદ આજે એફએસએલ દ્વારા તપાસ શરુ કરાઈ છે, આ તપાસ બાદ જ આ ગોળા હકીકતમાં શું છે તે જાણવા મળશે.

આણંદમાં ગઈકાલે સાંજે જ ત્રણ જગ્યાએ આકાશમાંથી ગોળા પડ્યા હતા. ગોળ ગોળાઓ આકાશમાંથી પડતા અચાનક ચકચાર મચી ગઈ હતી, તો બીજી તરફ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. દાગજીપુરા અને ખાનકુવા પાસે ખેતરોમાં ગોળા પડ્યા હતા. દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડીને આકાશમાંથી ગોળા પડતા જ લોકો ખુબ જ ગભરાઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી ગઈ હતી.

જોકે, ઘટનાની જાણ થતાં જ ભાલેજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આકાશમાંથી પડેલા ગોળા કબ્જે કરી લીધા હતા. તો આજે શુક્રવારના રોજ એફએસએલ અધિકારી દ્વારા ગોળાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ગોળા વજનમાં ખુબ જ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરેલા છે.

આ ગોળા ખુબ જ મજબૂતાઈ વાળા છે. આકાશમાંથી પડવા છતાં પણ આ ગોળાઓ એમ જ અકબંધ છે કોઈ નુકસાન પણ થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન લાગવાઓ રહ્યું છે. આ અંગેની ચકાસણી કરવા માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આકાશમાંથી ભારેખમ ગોળા પડતા કોઇ જાનહાનીના સમાચાર તો સામે નથી આવ્યા. કારણ કે તે ગોળા ખાલી ખેતરમાં જ પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.