સમાચાર

ક્યાં ઉદ્યોગપતિની તબિયત લથડી? તાત્કાલિક SVP હોસ્પિટલ ખસેડાયા

સુરતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મહેશ સવાણી જેઓ હવે આમ આદમી પાર્ટીના નેતા પણ બની ગયા છે. તેઓએ હાલમાં જે પેપરલીક કૌભાંડ થયું તેના વિરોધમાં ઉપવાસ શરૂ કર્યા હતા. જ્યાં ઉપવાસ દરમિયાન તેમની તબિયત લથડતા તેમને તાત્કાલીક એસવીપી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. મહત્વનું છેકે પેપરલીક કૌભાંડ અને  AAP નેતાઓની ધરપકડના વિરોધમાં મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. જ્યાં તેમની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સમાં SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  આપ નેતા મહેશ સવાણીનું સુગર લેવલ એકદમ ઘટી જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહેશ સવાણી હેડ ક્લાર્ક પેપર લીકકાંડના વિરોધમાં અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.

કોણ છે મહેશ સવાણી ? મહત્વપૂર્ણ છેકે મહેશ સવાણી સુરત સ્થિત હીરા વેપારી તરીકે મોટી ખ્યાતિ ધરાવે છે મહેશ સવાણી તેના કર્મચારીઓને ફ્લેટ અને કાર પણ ભેટ કરે છે. તેઓએ અત્યાર સુધીમાં સેંકડો છોકરીઓના લગ્ન કરાવીને તેમના કરિયાવર કર્યા છે. જે બાદ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી સાથે જોડાઇને લોકસેવા કરવાનું નક્કી કર્યું છે.

અબકી બાર 200 કે પાર વાત કોઇ પોલિટિક્સની નથી થઇ રહી પણ રાજ્યમાં કોરોનાએ મારેલી ડબલ સેન્ચુરીની થઇ રહી છે. જી હા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 200ને પાર થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા  કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં સોમવારે જાહેરા કરેયાલ આંકડાઓ મુજબ 24 કલાકમાં 204 કેસ નોંધાયા છે.  બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,363  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આ સાથે એક જ દિવસમાં 4,02,136  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 33,  સુરત  કોર્પોરેશનમાં 22, વડોદરા કોર્પોરેશનમાં 16,  ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં 3, રાજકોટ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, કચ્છમાં 2,  બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદ 1, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1,  મહેસાણામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1086  કેસ છે. જે પૈકી 14 વેન્ટીલેટર પર છે, જ્યારે 1072 નાગરિકો સ્ટેબલ છે. 8,18,363 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10114 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. તો જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2558 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 13944 લોકોને પ્રથમ અને 87118 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44380 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 254129 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,02,136 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,85,98,366 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *