આરોપી ફેનિલ ગોયાણીને આ તારીખે મળશે સજા, કહ્યું વેબસીરીઝ જોઇને તેણે હત્યા કરી છે તો બચાવ પક્ષે કહ્યું એવું કે…

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં ૧૨ ફેબ્રુઆરી ના રોજ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. આજે આખો દિવસ સજા પર દલીલો ચાલી હતી, ત્યારે આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પહેલાં બચાવ પક્ષે બધી દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી બચાવ પક્ષની દલીલો કરવામાં હતી. સરકાર પક્ષે કહ્યું હતું કે વેબસિરિઝ જોઈને હત્યા કરેલી છે.

ત્યારે બચાવ પક્ષે દલીલ કરતાં એવું જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો હતો એટલે શું લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજે તારીખ ૨૬ એપ્રિલ આપી દીધી હતી. જેથી ૨૬ એપ્રિલના રોજ કોર્ટ દ્વારા સજાની તારીખ સંભવતઃ જાહેર કરવામાં આવી શકે તેમ છે. સરકારી વકીલે દલીલ કરતાં એવું કહ્યું કે, અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી રહેલો. આરોપી એક ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરેલી છે. આરોપીએ ચપ્પુ ખરીદવા માટે ઓનલાઇન ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર પણ આપ્યો હતો.

ઓર્ડર કેન્સલ થઇ ગયા બાદ તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. આરોપીએ હત્યા કરવા પહેલા રેકી પણ કરેલી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા માટે ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે એવું કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈ અને હું કંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું કે તે ના હોય તો વાત કરવા જવાનો છું.

બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડી રહ્યું છે. દરેક વાલિયો વાલ્મીકિ નથી બની શકતો. ભય વગર પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવશે. માત્ર ગ્રીષ્માની એકની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કરેલો છે. સરકાર પક્ષે એવું જણાવ્યું હતું કે, મિટિગેટિંગ કરતા અગ્રેવેટિવી સંજોગ વધુ જણાય તો ફાંસીની સજા આપવામાં આવે છે. ફક્ત વય નાની છે એટલે લાભ આપવો તે યોગ્ય નથી, ભલે આરોપીની ૨૧ વર્ષની જ વય છે. પરંતુ જે રીતે તેણે પ્રોફેશનલ કિલર કરતા વધુ ગણતરીપૂર્વકની હત્યા કરી છે.

નિર્ભયા હત્યા પ્રકરણમાં એક સગીર જ હત્યારો હતો. ત્યારબાદ જૂઇનાઇલ એક્ટમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો. ૧૫ વર્ષનો એક બાળક પણ જો ક્રૂર ઘટનાને અંજામ આપે છે તો ન્યાયિક ટ્રાયલ ચાલવી જોઈએ. સરકારી વકીલ દ્વારા નાની વયના આરોપીઓને લઈ અને કેટલાક જજમેન્ટ ટાંકવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પ્લાન એક્ટ હોય તો બ્રુટલ એક્ટ હોય, સમાજ ઉપર પડતી અસર જોતા આરોપીની વય બાબતે કોઈ દયા બતાવવી જરૂરી નથી. એ પણ ત્યારે જ્યારે ભોગ બનનાર સાવ નિઃસહાય હોય. આરોપીએ તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કરેલો છે. આ લો પોઈન્ટને ધ્યાનમાં લેવા જોઈએ.

આ આરોપી ભવિષ્યમાં સુધારી જશે કે નહી એ પણ જોવું જરૂરી છે. ભૂતકાળમાં તેણે ઇનોવા કાર ચોરી કરી લીધી છે. તેણે સહાનુભૂતિ જીતવા માટે પોતાને છરીના ઘા પણ માર્યા છે. આ સાથે તેના ચહેરા પર જરા પણ પસ્તાવો દેખાતો જ નથી. જો ખરેખર પસ્તાવો થતો હોત તો તે તેના પરિવાર ઉપર હુમલો કરવાને બદલે પોતાના પેટમાં જ ચપ્પુ મારી લેત. તેણે માત્ર નાટક જ કર્યું હતું. ગઈકાલે કોર્ટ તેને અંતિમ તક આપી હતી પણ તે કઈ બોલ્યો ન હતો. જો તે બોલી શક્યો હોત કે મારી વય નાની છે, મારાથી ભૂલ થઈ પણ એરોગન્ટ વર્તન કર્યું હતું. આ આરોપીમાં સુધરવાના કોઈ પણ પ્રકારના લક્ષણ દેખાતા નથી.

Leave a Reply

Your email address will not be published.