અસમમાં ખુબ જ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે. લાખો લોકો પૂરથી પ્રભાવિત થઈ ગયા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્મા સાથે ફોન પર વાતચીત કરેલી હતી. તેમણે કેન્દ્ર સરકાર તરફથી દરેક પ્રકારની મદદ કરી આપવાની ખાતરી કરી છે. વરસાદને સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી ૮ લોકોના મોત થઈ ગયા છે. અસમમાં હાલ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના ૨૬ જેટલા જિલ્લાઓમાં લગભગ ચાર લાખ લોકો પ્રભાવિત થઈ ગયા છે.
કછાર જિલ્લામાં સેના અને અસમ રાઇફલ્સના સુરક્ષા બળોને જિલ્લાના જુદા-જુદા ભાગમાં બચાવ અભિયાન અંતર્ગત બે ટીમ મોકલી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ જેટલા જિલ્લામાં ચાર લાખથી વધારે લોકો પ્રભાવિત થઈ ગયા છે. લગભગ ૪૦ હજાર જેટલા લોકોને રાજ્યમાં બનાવેલા ૮૯ રાહત કેમ્પમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
મોસમ વિભાગ દ્વારા અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બુધવારથી શરુ થનારી હાયર સેકેન્ડરી ફર્સ્ટ ઇયર (ધોરણ-૧૧)ની પરીક્ષા હાલ પૂરના કારણે મૌકુફ રાખ દેવામાં આવી છે. રાજ્યના આપદા પ્રબંધન પ્રાધિકરણે એવું જણાવ્યું છે કે અચાનક આવેલા આ પૂર અને ભૂસ્ખલનના કારણે ન્યૂ કુંજંગ, કિયાંગપુઈ, મૌલહોઇ, નામજુરંગ, દક્ષિણ બગેતાર, મહાદેવ ટીલા વગરે જેવા ગામ પ્રભાવિત થઈ ગયા છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.