મહિલાએ 100 ફૂટની ઊંચાઈએથી પાણીમાં કૂદકો માર્યો, પાણીની લહેરોમાં ગુમ થઇ મહિલા, પોલીસ CCTV ફૂટેજથી તપાસ કરી રહી છે

છત્તીસગઢના જગદલપુરમાં ચિત્રકોટ ધોધમાં એક છોકરીએ છલાંગ લગાવી હતી, તે યુવતી કોણ છે અને તે શું કરે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. શુક્રવારે બપોરે યુવતી ધોધના મુખ પાસે પહોંચી હતી અને નીચે કૂદી પડી હતી. આમ તે યુવતી પાણીના મોજામાં ક્યાંક ખોવાઈ ગઈ હતી, હવે પોલીસની ટીમ સતત તેને શોધી રહી છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે.

આ સમગ્ર ઘટના શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. તે યુવતી સૌપ્રથમ તો ધોધ પાસે પહોંચી. અને ત્યાં તે પોતાની સાથે કપડા પણ લઈને આવી હતી. અને તે થોડીવાર પાણી પાસે રહીને પછી પાણીની નજીક આવી. તે સમયે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને આગળ વધતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ લગભગ 100 ફૂટની ઊંચાઈએથી ધોધમાં છલાંગ લગાવી હતી. અને તે વખતે ખલાસીઓ નીચે જ હતા, પરંતુ તે લોકો તે યુવતીને બચાવી શક્યા ન હતા.

હાલ પોલીસ સીસીટીવીની તપાસ શરુ કરી રહી છે. પરંતુ લાશ મળી નહતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ કૂદીને આત્મહત્યા કરી છે. પોલીસ વિસ્તારના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જ્યારે છોકરી અચાનક ધોધના કિનારે ગઈ તો લોકોએ તેને રોકવા માટે કહ્યું હતું પરંતુ તે સંમત ન હતી. અને આ સમગ્ર ઘટનાને એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *