આ જગ્યાની દાબેલી ટેસ્ટ કરીને તમે પણ કહેશો આટલી ટેસ્ટી દાબેલી ક્યારેય નથી ખાધી

આજકાલ લોકો ચટાકેદાર ખાવાનું વધારે પસંદ કરે છે એમાં પણ જો વડાપાંવ, દાબેલી મળી જાય તો શું ઘણી વાત!! નાના બાળકો થી માંડી ને સૌ મોટાઓ ને પણ આજકાલ વડાપાંવ અને દાબેલી ખુબ જ ભાવે છે.. દાબેલીમાં પણ જો કચ્છ ની દાબેલી મળી જાય તો શું ઘણી વાત!! દાબેલી વિશે વાત કરીએ તો દાબેલી એ કચ્છ ની આયટમ છે.. જ્યાં લોકો ખુબ જ ચાહ થી દાબેલી ખાય છે.. ટેસ્ટ માં થોડી તીખી, થોડી મીઠી દાબેલી વિશે જાણીએ આજે..

સૌ પ્રથમ તો દાબેલી બને છે કેવી રીતે તે આપણે શીખીએ. સૌ પ્રથમ બટાકા ને બાફી લો. ત્યારબાદ બટાકા ઠંડા પડે એટલે તેને છોલી ને બરોબર મેશ કરી લો. ત્યારબાદ એક મોટુ પેન લો. તેમાં તેલ ને ગરમ કરવા મુકો.. તેલ બરોબર ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં કચ્છી દાબેલીનો તૈયાર મસાલો નાખો અને બરોબર સાંતળો.. મસાલો બરોબર સંતળાઈ જાય ત્યારબાદ તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો.. ત્યા

રબાદ મિશ્રણને બરાબર હલાવો. મિશ્રણ ઠંડું પડે એટલે તેને એક મોટી થાળીમાં સ્પ્રેડ કરી લો.. ત્યારબાદ તેના પર મસાલ સીંગ, દાડમ, ધાણા, ડ્રાયફ્રુટ વડે બરોબર ગાર્નિશ કરી લો.. ત્યારબાદ પાવને વચ્ચેથી કાપી લો. તવી ગરમ કરો. કાપેલા પાવની ઉપર-નીચે થોડું માખણ લગાવો. પાવને બંને તરફથી સામાન્ય બ્રાઉન રંગનું શેકી લો.

પાવના કાપેલા ભાગને ખોલો. ખુલેલા ભાગની અંદર બંને બાજુ એક તરફ ખજૂર આંબલી ની અને બીજી બાજુ લસણ ની ચટણી,લીલ ચટણી લગાવો. હવે એક ચમચીથી વધુ આગાઉ તૈયાર કરેલ દાબેલીનો મસાલો સ્ટફિંગ માટે વચ્ચે મૂકો. તેની ઉપર સીંગ દાણા, 1 ચમચી સેવ, 1 નાની ચમચી કોથમીર અને 1 નાની ચમચી દાડમના દાણાં રાખો. દાબેલીને હાથથી દબાવી બંધ કરી દો.સ્વાદિષ્ટ દાબેલી તૈયાર છે. ગરમ-ગરમ તાજી દાબેલી પીરસો અને ખાઓ.

ચાલો દાબેલી તો હવે શીખી લીધી આપણે હવે આપણે માંડવી ગામના જોશી ડબલરોટી વાળા ની દાબેલી વિશે જાણીશું..આ દાબેલીની લારી માંડવી ગામમાં આવેલી છે. સમય સવારના 8:30 વાગ્યા થી રાતના 8:30 વાગ્યા સુધી ચાલુ હોય છે.. ત્યાં નોર્મલ બટર દાબેલી, ચીઝ દાબેલી, જૈન દાબેલી તેમજ કચ્છ ની સ્પેશ્યિલ દાબેલી તેમજ કચ્છી કડક પણ મળે છે..

કચ્છની માંડવીની આ સ્પેશ્યિલ દાબેલી માં તમને એક્સટ્રા મસાલા સિંગ, ચટણી, ભરપૂર ચીઝ અને બટર નાખી ને આપે છે જેને જોતા જ મોંઢામાં પાણી આવી જાય… દાબેલી નો ભાવ જોવા જોઈએ તો નોર્મલ બટર દાબેલી ને 20 રૂપિયા, ચીઝ દાબેલી માં 25 રૂપિયા અને સ્પેશ્યિલ દાબેલી ના 50 રૂપિયા હોય છે.. કચ્છી કડક ના ડીશ ન નો ભાવ પણ 50 રૂપિયા છે..

જોષી ડબલ રોટીવાલા ની લારી છેલ્લા 45 વર્ષથી માંડવીમાં છે. કચ્છી દાબેલી ની શરૂઆત કરનાર એટલે કે તેનું જન્મસ્થળ કહેવું હોય તો આ જોષી ડબલ રોટી વાળા એ દાબેલી વેચવાનું શરૂ કર્યું હતું. 45 વર્ષ પહેલા તેઓ એક રૂપિયામાં ત્રણ દાબેલી વેચતા હતા. માંડવીની જોશી ભાઈ ની દાબેલી નો ટેસ્ટ ખરેખર ખુબ જ સરસ હોય છે.. ભરપૂર ચટણી, માવા તેમજ બટર વડે બનતી આ દાબેલી ખાવાની મજા જ કંઈક અલગ છે.. અહીં તમને ગરમ ગરમ દાબેલી ખાવા મળશે. જેમ જોઈએ તેમ ગરમ ગરમ માવો બનાવવામાં આવે છે. એવા કેટલાક કસ્ટમર છે જે છેલ્લા 45 વર્ષથી અહીં દાબેલી ખાવા આવે છે તેમનું પણ કહેવું છે કે વર્ષોથી આ દાબેલી નો ટેસ્ટ એક જ છે.

આ લારી પર તમને કચ્છી કડક પણ મળી જશે.. ટોસ્ટ ના ટુકડા કરી તેમાં, ખજૂર આંબલી ની ગળી ચટણી, લસણ ની ચટણી, લીલી ચટણી, દાબેલી નો માવો, ડુંગળી, સેવ, ધાણા નાખી ને તૈયાર કરે છે.. જેનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક કચ્છ મુજબ નો જ છે… જો તમે લોકો પણ કચ્છ અથવા તો માંડવી સાઈડ આવ્યા હોવ અથવા તો આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો અવશ્ય જોષી ડબલ રોટીવાળાની દાબેલી ખાજો. ચાલો નોંધી લો સરનામુ. જોષી ડબલ રોટીવાલા, માંડવી ગામ, કચ્છ

Leave a Reply

Your email address will not be published.