બોલિવૂડ

શું કોમલભાભીને ક્યારેય આવા દૂબળા પાતળા જોયા છે?

કોમલભાભી ઓર દુબલે પતલે હો હી નહીં શકતા. પરંતુ એક સમય હતો જ્યારે કોમલભાભી સાવ દૂબળા પાતળા હતા જી હા વાત થઇ રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ કોમલભાભી ઉર્ફે અંબિકા રંજનકરની. તેમની જૂની તસવીરો જોઇને પ્રશંસકો આશ્ચર્યચક્તિ થયા છે. કોમલભાભી કહો તો સૌ ઓળખે પરંતુ અંબિકા રંજનકરના નામે બહુ ઓછા ઓળખે જીહા સિરિયલના પાત્રો ભજવતા કલાકારો તેમના વાસ્તવિક નામો કરતાં તેમના પાત્રના નામથી વધુ જાણીતા છે.

ટીવી શોના અલગ-અલગ ફેન ફોલોઅર છે. કોમલ ભાભી આવું જ એક પાત્ર છે અંબિકા રંજનકર પોતે કોમલભાભીની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે અંબિકા રંજનકરની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. આ તસવીર જોઈને વિશ્વાસ નહીં કરી શકો કે તેમાં જે દેખાય છે તે કોમલ ભાભી છે!

પ્રશંસકો પણ છે આશ્ચર્યમાં સોશિયલ મીડિયા પર અંબિકા રંજનકર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ અને વીડિયોઝ શેર કરે છે. ત્યારે થોડા સમય પહેલા અંબિકાએ કોલેજ ડેઝની યાદીરૂપે તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીર જોઈને તેના પ્રશંસકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પ્રશંસકોને વિશ્વાસ નથી થતો કે આ તસવીર કોમલ ભાભીનું પાત્ર ભજવતી અંબિકા રંજનકરની છે.

ફોટોમાં અંબિકા ખૂબ જ સુંદર લાગે છે. તે ખૂબ જ સ્લિમ છે. પ્રશંસકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે અંબિકા રંજનકરનો આ ફોટો એ સમયનો છે જ્યારે તે કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ તસવીરમાં અભિનેત્રીએ કમીઝ અને સલવાર પહેરી છે તેમણે કેપ્શનમાં કોલેજના દિવસોને યાદ કર્યા છે. અંબિકાના કેપ્શનથી જાણી શકાય છે કે અંબિકા મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ભણતી અને તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી.

અંબિકા રંજનકર હજુ પણ તેના કોલેજના મિત્રો સાથે સંપર્કમાં છે. 900 થી વધુ પોસ્ટ છે ઈન્સ્ટાગ્રામ પર હસમુખીના નામથી અંબિકાનું ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ એકાઉન્ટ છે. જેમાં પ્રોફાઈલ પર 900થી વધુ પોસ્ટ કરી છે. જેમાંથી મોટા ભાગની પોસ્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરની છે. ઘણી વખત તે પોતાની જૂની તસવીરો પોતાની પ્રોફાઈલ પર શેર કરે છે.

3 લાખથી વધુ ફોલોવર્સ છે. તે પોતે 750 થી વધુ લોકોને ફોલો કરે છે. અંબિકાએ ફિલ્મોમાં પણ કર્યો છે અભિનય યે તેરા ઔર યે મેરા ઘર ફિલ્મ જે 2001માં રિલિઝ થઇ હતી આ ફિલ્મથી તેમણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યો હતો. 2008માં આવેલી કોમેડી ફિલ્મ ‘બાપ કમાઈ ઝિંદાબાદ’માં ઉપરાંત મહારાષ્ટ્રમાં જન્મેલી અંબિકાએ ટોલીવુડમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત અંબિકાએ એકતા કપૂરના ફેમસ ટીવી શો ‘કસમ સે’માં પણ કામ કર્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *