સમાચાર

એક ધડાકામાં કેટલાય લોકોના ચીથરા ઉડી ગયા ,આખરે ગુજરાતમાં ક્યાં બની હૈયું ફાડી નાખે તેવી ઘટના?

કાન ફાડી નાખે તેવો ધડાકો થયો, કામદારોની કરૂણ ચીસો સંભળાઇ તો આગની પ્રચંડ જવાળોથી બાળકોની કીકીયારીઓથી વાતાવરણ જાણે આક્રંદમયી બની ગયું હતું.. ઘટના બની વડોદરાની વડસર ખાતે વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટ્યું બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. તો આ કરૂણ ઘટનામાં 5 કામદારના મોત થયા હોવાના અહેવાલો છે અંદાજે દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.

વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં શુક્રવારના સવારના પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા છે. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી.

આ ઘટનામાં 5 કર્મચારીના મોત નિપજ્યાની માહિતી સામે આવી છે. તો 14 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્યા છે. ત્યારે સવાલ એ છે કે આખરે આ કંપનીમાં બાળકો શું કરતા હતા. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. કંપની પાસેની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો.

ફાયર સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવવામાં આવ્યા હતા. આ ઘરોમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. હાલ કંપનીનું જી.ઈ.બી નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું.

જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ચોંકાવનારી વાત તો એ છેકે મધ્ય ગુજરાતમાં દસ દિવસના સમયગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *