રાજસ્થાનના અલવર ગામમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. તેમાં ત્રણ વર્ષના કૃષ્ણના માતાપિતા અને તેની બહેનનું અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું. જ્યારે આ અકસ્માતમાં ઘટના બની ત્યારે તે તેના માતાના ખોળામાંથી પડી ગયો હતો અને ૩૦ મીટર દૂર જઈને પડ્યો હતો. બાઈક પર ચાર સભ્યો સવાર હતા તેમાંથી માત્ર કૃષ્ણા જ બચ્યો છે. ક્રિષ્ના ને રવિવારે સર્જરી કરવામાં આવી હતી અને તેના પગમાં બે સળિયા નાખવામાં આવ્યા હતા. તેના માતા-પિતા અને બહેન ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઘટના ૧૭ જુનના રોજ એટલે કે શુક્રવારે બની હતી. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર બખતલ ચોકી ના રહેવાસી છે. આ ઘટના અલવર ભરતપુર રોડ પર બની હતી. જેમાં પતિ નરેશ, પત્ની સરિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું. માત્ર 3 વર્ષનો કૃષ્ણ એકલો જ બચી ગયો હતો. હજુ તો કૃષ્ણા માતાનું દૂધ પીતો હતો ત્યાં તેણે તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. કૃષ્ણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના પગમાં બે સળિયા નાખવામાં આવ્યા છે.
તેના માતા-પિતા અને બહેન ના એક જ ચિંતા ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેને કારણે આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કૃષ્ણાના પિતા પાણીપુરીની લારી ચલાવતા હતા. હવે કૃષ્ણ ની બધી જવાબદારી તેના દાદાના માથે આવી ગઈ છે. કૃષ્ણ હોસ્પિટલમાં પણ તેની માતાને બોલાવ્યા કરે છે. જે જોઈને તેના દાદા ખુબ જ રડી રહ્યા હતા. તેઓ આ ઘટના ઘટવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું….
શુક્રવારે મોડી રાત્રે જુગરાવર ટોલ નાકા પાસે અલવર-ભરતપુર રોડ પર આ અકસ્માત થયો હતો. નરેશ તેની પત્ની સરિતા અને બાળકો મન્નુ અને ક્રિષ્ના સાથે બાઇક પર જઈ રહ્યો હતો. એક કારે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં નરેશ (32), સરિતા (28) અને પુત્રી મન્નુ (6)નું મોત થયું હતું. ત્રણેયને શનિવારે એક જ ચિતા પર દફનાવવામાં આવ્યા હતા. રવિવારે, 3 વર્ષીય ક્રિષ્નાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં તેના પગમાં બે સળિયા નાખવામાં આવ્યા હતા. સૂર્યા હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે
એક કાર આ બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી આથી કૃષ્ણા 30 મીટર દૂર ફેંકાઈ ગયો હતો. બાઈક પણ કાર માં ઘૂસી ગઈ હતી. તેમાં પરિવારના ત્રણ સભ્યોનું મૃત્યુ થયું હતું.. માત્ર3 વર્ષનો કૃષ્ણા જ બચ્યો હતો. અકસ્માતની ઘટના સાંભળી ને આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ગામ લોકોનું કહેવું છે કે આ પરિવારને સપોર્ટની ખૂબ જ જરૂર છે. જેથી તે બાળકની સારી સારવાર થઇ શકે.