એક જ રાતમાં લાશો ના ઠેર, મધરાતે કાળ આંબી ગયો, તાવ આવતો હોવાથી બે મિત્રો દવાખાને લઈ જવા નીકળ્યા અને અચાનક જ બંધ ટ્રક પાછળ ઘસી જતા ત્રણેયના મૃત્યુ…

સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર લખતરના કડુ ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ત્રણેય યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુ;ખદ ઘટના અંગે મળતી માહિતી મુજબ લખતરના કડુ ગામના એક યુવાનને તાવ આવતો હતો. જે યુવાનની તબીયત ગતરાત્રે વધારે લથડતાં અન્ય બે યુવાનો રાત્રે ચાર વાગ્યાના અરસામાં તેને હોસ્પિટલ લઇ જવા બાઇક લઇને નીકળ્યા હતા. યુવકને સારવાર અર્થે લઇને નીકળેલા બંને મિત્રોને ક્યાં ખબર હતી કે આગળ મોત ઉભું છે.

તેમ ગામથી થોડે આગળ જતાં જ હાઇવેની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક ટ્રકની પાછળ ઘૂસતાં જ ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ વાનમાં ત્રણેય યુવકોના મૃતદેહોને પી.એમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની નાના એવા કડુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

રવિવારની રાત્રે જ સુરતના ઓલપાડ રોડ પર બે બાઈક સામ સામે ભટકાય હતી અને મોટી ટક્કર થઈ હતી જેના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે બીજા ગ્રસ્ત યુવકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સિધ્ધનાથ મંદિરે દર્શનાર્થે આવેલા યુવકોને આ મોટો અકસ્માત નડ્યો હતો જ્યાં બે બાઈક સામ સામે ભટકાઈ જતા જોરદાર ટક્કર થઈ હતી અને તેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા ઓલપાડ પોલીસ તરત દોડી આવી હતી અને સમગ્ર મામલાની વધુ તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *