સમાચાર

એક પણ દારૂ ની બોટલ બીજા રાજ્ય માંથી ગુજરાત માં લાવી નઈ શકાય

ક્રિસ્મસ ને કારણે લોકો મોજ શોખ ને પુરા કરવા પાર્ટી નું આયોજન બનાવતા જ હોય છે જેમાં લોકો ના શોખ માં દારૂ નું સ્થાન આગળ આવી ગયું છે, કહેવાય છે ને દારૂ નહિ તો પાર્ટી નહિ આથી બીજા રાજ્યો માંથી દારૂ ને ગુજરાત માં આવતો રોકવા માટે વલસાડ પોલીસ સજ્જ થઈ ગઈ છે અને ચેકીંગ પૂર જોશ માં હાથ ધર્યું છે જેથી કરી ને દારૂ પકડાય શકે

વલસાડ પોલીસે ચેકીંગ માં કર્યો વધારો આજે ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં લઈ વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી હતી. આ દિવસોમાં સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડતા દારૂ પર ગુજરાત પોલીસે ચાંપતી નજર બનાવી બેઠી છે. તો વલસાડ જિલ્લાને લાગતી તમામ સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર પર 24 કલાક ચુસ્ત ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.

બુટલેગરો ને પકડી પાડશે વલસાડ પોલીસ ન્યૂ યર આવતાની સાથે જ ગુજરાતમાં દારૂની માંગ વધી જતી હોય છે. ત્યારે બુટલેગરો દ્વારા પણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં દારૂ આવે તે માટે અલગ અલગ રીતે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાવતા બુટલેગરો ઉપર લાલ આંખ કરવામાં આવી છે. ગુજરાતમાં લવાતા દારૂને રોકવા વલસાડના જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને તથા અન્ય સર્વેલન્સ ટીમને તાકીદ કરી દેવાઈ છે. આ સાથે જ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

કેમેરાઓ પણ રાખી રહ્યા છે સતત વોચ ગુજરાતમાં લાવવામાં આવતા દારૂને અટકવાનો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર ઉપર લગાવવામાં આવેલા કેમેરાઓ દ્વારા સતત વોચ રાખી બુટલેગરોના તમામ પ્રયાસો નિષ્ફળ કરવામાં આવી રહ્યાં છે. તો શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *