પળભરમાં વેરવિખેર થયો ગયો આખો પરિવાર, અચાનક જ થયું એવું કે એક સાથે ચાર લોકોના મોત…

દેશની રાજધાની દિલ્હીમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.ઉત્તર પૂર્વ દિલ્હીમાં એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારની છે. મટકે વાલી ગલી સ્થિત એક ઘરમાંથી પતિ-પત્ની અને તેમની બે પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે જઈ તપાસ કરી રહી છે. તેમની સામે મોટો પ્રશ્ન એ છે કે આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો?

તમામ મૃતદેહોને ગોળી મારી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પતિ ઈસરાર અહેમદે તેની પત્ની અને 11 અને 9 વર્ષની બે છોકરીઓને ગોળી મારી હતી. પછી પોતાને ગોળી મારી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇસરાર પાસે નોકરી નહોતી, આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જેના કારણે તે તણાવમાં હતો.

ગયા વર્ષે પણ પતિ-પત્ની અને 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા – ગયા વર્ષે પણ દિલ્હીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. સમયપુર બદલી વિસ્તારના સિરસપુર ગામમાં એક ઘરમાંથી 4 મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરમાંથી મળેલા મૃતદેહો એક જ પરિવારના હતા, જેમાં પતિ, પત્ની અને બે બાળકોના મૃતદેહોનો સમાવેશ થાય છે. જેમાં પતિએ પત્ની અને બાળકોની હત્યા કરીને પતિએ પણ પોતે આપઘાત કર્યો હોવાની પોલીસને શંકા છે.

બાળકો અને પત્નીને ઝેર આપ્યાની આશંકા – પોલીસના જણાવ્યા અનુસાર મામલો પારિવારિક વિવાદનો હતો, પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યાં પત્ની 2 મહિનાથી અલગ રહેતી હતી. તે 2 દિવસ પહેલા ઘરે પરત ફરી હતી..અમિતે બાળકો અને પત્નીને ઝેર આપીને રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.