રજા લઈને હજી ઓફિસર પોતાના ઘરે આવ્યા જ હતા અને ત્યાં જ રસ્તામાં જ મળ્યું મોત, ઘરે બાળકો પિતાની રાહ જોઈ રહ્યા હતા અને આવ્યા એવા સમાચાર કે તમારા રુવાડા પણ બેઠા થઈ જશે…
દેશની સુરક્ષા કરનાર આર્મી ઓફિસર ને હંમેશા પોતાની જાણ નો ખતરો રહેતો હોય છે તેમના પરિવારને પણ 24 કલાક ડર રહેતો હોય છે, આર્મી ઓફિસરો પોતાના જીવ જોખમમાં નાખીને દેશની સરહદ ઉપર રક્ષા કરતા હોય છે, આર્મી ઓફિસર અને પોતાના પરિવારજનોને મળવા માટે ક્યારેક જ રજાઓ મળતી હોય છે અને આ રજાઓમાં પણ જો આ કાળે મૃત્યુ થઈ જાય તો પરિવાર સહિત બધા જ લોકો હચમચી ઉઠતા હોઈએ છીએ.
આવી જ એક ઘટના અત્યારે અંબાજી માંથી સામે આવી છે જ્યાં જાંબુડે વિસ્તારમાંથી એક બીએસએફ જવાના મૃત્યુ થતાં આખો આગામી ધ્રુસકેને ધુશ્કે રડતા રડતા ઓફિસરને વિદાય કર્યા છે આર્મી ઓફિસરનું નામ ભૂરારામ કેવળાભાઈ ગરાસીયા છે જે ઓફિસર રજા લઈને પોતાના ઘરે વેકેશન બનાવવા માટે આવ્યા હતા. ઘર પાસે જ તેમનું બાઈક અચાનક જ સ્લીપ ખાઈ જતા તેને ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીથી 7 કિલોમીટર દૂર બંને તરફ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી છે. કોટેશ્વરથી જાંબુડી તરફના માર્ગ પર બાઈક સ્લીપ થતાં ભૂરારામ કેવળા આદિવાસીનું મૃત્યું થયું હતું. આદીવાસી પરિવારમાં જન્મ થયા બાદ તેમને ભારત દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જવાનું પસંદ કર્યું હતું.
તેઓ BSFમાં જોડાયા હતાં અને તેમના લગ્ન અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જમાદાર લીંબાભાઇની પુત્રી સાથે થયા હતા. લગ્ન બાદ તે એક પુત્ર અને એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં જાંબુડી પાસે રહેતા હતા. હાલમાં તેમની નોકરી છત્તીસગઢ ખાતે હતી. ભૂરારામ કેવળા આદિવાસી ચાર દિવસ અગાઉ પરિવારના કામ અર્થે પોતાના વતન જાંબુડી ખાતે આવ્યા હતા.
ઘરેથી બાઈક લઈને જતી વખતે બાઈક સ્લીપ થઈ જવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગંભીર અવસ્થામાં પાલનપુર ખાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરુવારે મૃત્યુ થયું હતું. આજે શુક્રવારે તેમને BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું અને અંતિમ સંસ્કાર તેમનાં માદરે વતનમાં કરવામાં આવ્યા હતાં. 162 BSF બટાલિયનના PSI રવિન્દ્ર ગીરી અને તેમની ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સમગ્ર પંથકમાં ‘ભારત માતાકી જય’ના નારા સંભળાયા હતા. આર્મી દ્વારા બંદૂકની સલામી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતાં. ભૂરારામ તુમ અમર રહો ના નારા લાગ્યા હતાં.